રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસનદીમાં નવા નીર આવ્યા : નવા નીર આવતા પાણી ન તળ ઊંચા આવવાની ખેડૂતો ને આશા બંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-23 11:25:55
  • Views : 694
  • Modified Date : 2021-09-23 11:25:55

    આ વખતે બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં પણ વરસાદ નહિવત જેટલો થયો હતો અને સતત એક મહિના સુધી રાહ જોવડાવ્યા બાદ મોડે મોડે છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ થયો હતો, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ત્રણે-ત્રણ ડેમ હજુ સુધી કોરા છે અને પાણીના તળ પણ 1 હજાર ફૂટ થી પણ વધુ ઊંડા ઉતરી ગયા છે ત્યારે છેલ્લા બે દિવસથી રાજસ્થાન માં સતત ભારે વરસાદના કારણે હવે બનાસ નદીમાં નવા નીર આવતાં ખેડૂતો ને પાણી ન તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે. રાજસ્થાનના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી સતત સારો વરસાદ થયો હતો તેના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે રાજસ્થાનમાં તો બનાસ નદી બે કાંઠે વહી રહી છે અને બનાસકાંઠામાં અમીરગઢ પાસે બનાસ નદીમાં નવા નીર આવતા હવે જિલ્લામાં   ઊંડા ઉતરી રહેલા પાણીના તળ ઊંચા આવશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે , જો કે હજુ સુધી બનાસકાંઠા ના ત્રણ માંથી એક પણ ડેમમાં નવું પાણી આવ્યું નથી , ત્યારે રાજસ્થાનમાં સતત સારો વરસાદ થાય અને બનાસકાંઠા જિલ્લાના ત્રણ જળાશયો પાણીથી છલકાઈ જાય તેવી ખેડૂતો વરુણદેવ ને પ્રાર્થના કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News