છેલ્લા 24 કલાકથી ડીસા સહિત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડીસા થરાદ રોડ પર પણ ઘૂંટણ સમુ પાણી ભરાયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-18 14:21:56
  • Views : 345
  • Modified Date : 2022-08-18 14:21:56


છેલ્લા 24 કલાકથી ડીસા સહિત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડીસા થરાદ રોડ પર પણ ઘૂંટણ સમુ પાણી ભરાયું હતું. રોડ પર પાણી નો પ્રવાહ વધતા ટ્રાફિક જામ થતા વાહનચાલકોની એક કિલોમીટર લાંબી કતાર લાગી ગઇ હતી અને પાણીમાં અનેક નાના વાહનો ફસાતા ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં ખાબકેલા ભારે વરસાદની કારણે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ડીસા થરાદ રોડ પર દામા ગામ પાસે પણ ઘૂંટણ સમા વરસાદી પાણીનો વહેણ ચાલુ થઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. પાણી ભરાઈ જતા અનેક નાના વાહનો ફસાઈ ગયા હતા જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.અને એક કિલોમીટર સુધી વાહન ચાલકોની લાંબી કતાર લાગી ગઈ હતી. ભારે વરસાદના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારથી જ ડીસા તાલુકામાં વરસાદે ભારે બેટિંગ કરતા ડીસા થરાદ રોડ પર અનેક ગામનું વરસાદી પાણી વહીને આવતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. પાણીનો આવરો વધતા અહીંથી પસાર થતા લોકોએ કોઈ પણ વ્યક્તિ પાણીમાં ન જાય તે માટે પણ અપીલ કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News