પોરબંદરમાં ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-19 13:12:06
  • Views : 56
  • Modified Date : 2024-07-19 13:12:06

પોરબંદરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉદ્યોગ નગર, વાળી વિસ્તાર ફેક્ટરીમાં લોકો ફસાતા તેમને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં રોકડીયા હનુમાન સામે મફતીયા પરામાં પણ કેટલાક લોકો ફસાયા હતા. મળતી માહિતી મુજબ પોરબંદરના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરોના પહેલાં માળ સુધી પાણી પહોંચી ગયા છે.પોરબંદરમાં ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે બીજી તરફ ફસાયેલા લોકોને પણ બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. જેમાં 13 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે આ દિલધડક રેસ્ક્યુ ઑપરેશનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.શિમલા આઈસ ફેક્ટરી પાસે વયોવૃદ્ધ અપંગ દંપતી પણ પાણીના કારણે ફસાયું હતુ. આ સાથે ધોધમાર વરસાદ અને વરસાદનો પ્રવાહ વચ્ચે રીક્ષાની અંદર બેઠેલું દંપતી પણ પ્રચંડ વેગમાં તણાવા લાગ્યું હતુ જેમનો પણ રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે. જેના વીડિયો સામે આવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે પોરબંદર 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જેમાં રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News