બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવક વધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-28 14:00:24
  • Views : 12501
  • Modified Date : 2021-09-28 14:00:24

    બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં પણ વરસાદનું આગમન થયું હતું જેના કારણે જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ સીપુ ડેમ મુકેશ્વર ડેમ કોરાધાકોર બન્યા હતા તેના કારણે સૌથી વધુ ચિંતિત પાણી વગર ખેડૂતો જોવા મળ્યા હતા પરંતુ ચોમાસા ના અંતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ખાસ કરીને રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી બે કાંઠે વહી રહી છે નદીનું પાણી દાંતીવાડા ડેમ માં આવતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક સારી થઈ રહી છે જ્યારે એક મહિના પહેલા દાંતીવાડા ડેમમાં તળિયા દેખાતા હતા હવે પાણી આવતાની સાથે ધીરે ધીરે પાણીથી ભરાઇ રહ્યા છે સતત પાણીનો આવરો હતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે દાંતીવાડા ડેમમાં પાણી જોવા માટે પર્યટકો પણ મોટી સંખ્યામાં ડેમ પર જોવા મળી રહ્યા છે ત્યારે ખેડૂતો હજુ પણ ઈચ્છી રહ્યા છે કે આવનારા સમયમાં વરસાદ વધુ પડે જેથી જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય ડેમોમાં પાણીની આવક થાય અને આવનારા સમયમાં જે ખેડૂતો પર પાણીનું સંકટ છે તે ઓછું થાય.

Download Our B K News Today App



Related News