ભારે વરસાદના પગલે ડીસા તાલુકામાં ખેતરો પાણીના બેટમાં ફેરવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-26 20:17:26
  • Views : 604
  • Modified Date : 2022-07-26 20:17:26


ડીસા તાલુકામાં ગત મોડી રાત્રેથી જ અને તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે ડીસા તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં ખેતરો પાણીના બેટમાં ફેરવાયા હતા...


- બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ


 હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદે અને તાલુકાઓને આજે ઘમરોળી નાખ્યા છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા ધાનેરા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે ભારે વરસાદના પગલે ખાસ ડીસા તાલુકામાં વરસાદી પાણીના કારણે અનેક ખેતરો પાણીના બીટમાં ફેરવાયા હતા તો આ તરફ ભારે વરસાદથી એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પણ આજે બંધ થઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને રસ્તા ઉપર થી પસાર થવું ભારે મુશ્કેલી ભોગવી પડી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે ગત મોડી રાત્રેથી જ ધોધમાર વરસાદ ડીસા તાલુકામાં શરૂ થયો હતો ભારે વરસાદની આગાહીના પગલે પણ વહીવટી તંત્ર એલર્ટ બની છે અને તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ આપી દીધા છે જેથી 2015 અને 17 માં જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે ન સર્જાય.


- ભારે વરસાદના કારણે ખેતરોમા પાણી ભરાયા


ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડીસા પંથક ના ગામડાઓ ના ખેતરો બેટ માં ફેરવાઈ ગયા છે ધાનેરા ડીસા વચ્ચે આવેલા ૧૦ જેટલા ગામડાઓ ના ખેતરોમાં બે થી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડયું છે, જેનાલ, વરણ, શેરપુરા, લક્ષ્મીપુરા , કંસારી સહિત આજુબાજુ ના ગામના ખેતરો માં પાણી નદી ની જેમ વહેવા લાગતા જળબંબાકાર જેવી સ્થિટી સર્જાતા ખેડૂતોએ વાવેલ મહામૂલો મગફળીનો પાક નષ્ટ થતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.


Download Our B K News Today App



Related News