બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદને પગલે શેરપુરા અને માલગઢ ગામમાં હજુ પણ લોકોના ઘરોમાં પાણી ભરાયેલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-20 13:20:22
  • Views : 291
  • Modified Date : 2022-08-20 13:20:22

 

બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદને પગલે શેરપુરા અને માલગઢ ગામમાં હજુ પણ લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે. ત્રણ ત્રણ દિવસથી લોકોના ઘરોમાં પાણી ભરાઈ રહેલા હાલત કફોડી બની છે. ઘરમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાતા લોકોની ઘરવખરીને અને ખેતી પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે

 

ડીસા પંથકમાં વરસાદ આકાશી આફત બનીને વરસ્યો છે. જેમાં ડીસા તાલુકાના 30થી વધુ ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શેરપુરા અને માલગઢ ગામમાં હજુ પણ ઘરોમાં પાણી યથાવત સ્થિતિમાં છે. છેલ્લા ત્રણ ત્રણ દિવસથી લોકોના ઘરમાં ત્રણથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાયેલુ છે, જેથી લોકોની હાલત કફોડી બની ગઈ છે. ઘરમાં પાણી ભરાતા તમામ ઘરવખરીનો સામાન પાણીમાં ગરકાવ થયો છે. લોકો પોતાના ઘર છોડી ઊંચાણવાળી જગ્યા પર રહેવા મજબૂર બન્યા છે. ભારે વરસાદથી ડીસા તાલુકામાં લોકોની ઘરવખરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

બીજી તરફ ખેતરોમાં પણ પાણી ભરાયેલા છે અને ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી દિવસ રાત કાઢી મજૂરી કરી વાવેતર કર્યું હતું. તે પાક પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેરપુરા અને માલગઢ ગામમાં અત્યારે સરપંચ દ્વારા અસરગ્રસ્ત લોકોને રહેવા માટે અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. તેમજ ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોને સરકાર સહાય આપે તેવી ગામના સરપંચ અને અસરગ્રસ્ત લોકોની માંગ છે.

Download Our B K News Today App



Related News