ડીસામાં ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-18 14:16:05
  • Views : 266
  • Modified Date : 2022-08-18 14:16:05


ડીસામાં ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને આજે 24 કલાક દરમિયાન ડીસા તાલુકામાં પડેલા 12 ઇંચ જેટલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોએ ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો તો આ તરફ ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે રેલવે ફાટકની બાજુમાં છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરતા વાદી પરિવારોને ભારે વરસાદના પગલે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. વરસાદી પાણી વાદી પરિવારના છાપરાઓમાં ઘૂસી જતા માલ સામાન પાણીમાં થઈ ગયો હતો જેના કારણે આ પરિવારોને ભારે મુશ્કેલી વીઠવી પડી હતી ત્યારે સરકાર દ્વારા આવા પરિવારોને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ વાદી પરિવાર દ્વારા કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News