ભારે વરસાદના પગલે ગામે સરયૂનગરની પ્રસુતિ મહિલા અટવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-18 14:26:16
  • Views : 813
  • Modified Date : 2022-08-18 14:26:16

 

ડીસામાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે જુનાડીસા ગામ પાસે આવેલ સરયૂનગર ખાતે પ્રસુતિ મહિલા અટવાઈ હતી રસ્તા પર રહેતા ભારે પાણીના કારણે કોઈપણ સાધન પહોંચતા પ્રસુતિ મહિલાને ભારે હાલાકી ભોગવી પડી હતી.

 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડીસા તાલુકામાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ભારે વરસાદના કારણે સમગ્ર ડીસા તાલુકો જળબંબાકાર થઈ ગયો હતો જેના કારણે અનેક લોકોએ સમસ્યાથી પીડાવું પડ્યું હતું ખાસ કરીને રસ્તા ઉપર ભરાતા પાણીના કારણે ડીસા તાલુકાના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા જેના કારણે વાહનોની અવરજવર બંધ થતા સ્થાનિક લોકોએ ભારે હાલાકી ભોકવવી પડી હતી ત્યારે જુના ડીસા ગામ પાસે આવેલ સરયુ નગર ને જોડતા માર્ગ પર ભારે વરસાદના પાણીના કારણે અહીંથી વાહન વ્યવહાર બંધ થયો હતો જેના કારણે સરયુ નગર ખાતે રહેતી પ્રસુતિ મહિલાને ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો પ્રસુતિ મહિલાના ઘર સુધી 108 એમ્બ્યુલન્સ વાન કે અન્ય કોઈ સાધન પહોંચતા મહિલાએ કલાકો સુધી ભારે હલાકી ભોગવી પડી હતી એક તરફ મહિલાને પ્રસુતિનો દુખાવો થતો હતો પરંતુ સમયસર સાધન પહોંચતા મહિલાએ કલાકો સુધી હાલાકી ભોગવી પડી હતી રસ્તા પર પાણીના નિકાલ માટે સ્થાનિક લોકોએ તલાટી સરપંચ મામલતદાર નાયબ કલેકટર સુધી રજૂઆત કરી છે તેમ છતાં આજ દિન સુધી રસ્તામાં કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતા આજે ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે રસ્તા પર ભારે પાણીના કારણે માંડ માંડ 108 એમ્બ્યુલન્સને પાણીમાંથી નીકળી પ્રસુતિ મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક રસ્તાનો યોગ્ય નિકાલ લાવવામાં આવે

Download Our B K News Today App



Related News