ડીસા માં 12 કલાક થી સતત વરસી રહેલા ભારે વરસાદથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચો તરફ પાણી ભરાઇ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-17 12:27:58
  • Views : 378
  • Modified Date : 2022-08-17 12:27:58


ડીસા માં 12 કલાક થી સતત વરસી રહેલા ભારે વરસાદથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચો તરફ પાણી ભરાઇ ગયા છે.જેમાં ધાનેરા રોડ પરના 20 થી વધુ ગામડાઓમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા અને ખેતરો બેટમાં ફેરવાઈ જતા લોકો ની સ્થિતિ દયા જનક બની છે. . . .

 

ડીસામાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચો તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. અનેક મકાનો ધરાસાઈ થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડવાથી તેમજ ઈલેક્ટ્રીક શોક લાગવાથી બે પશુઓના મોત નીપજયા છે. ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ખેતરો પણ પાણીમાં ડૂબી જતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ખાસ કરીને ડીસા- ધાનેરા રોડ પર ના 20 જેટલા ગામોમાં જળબંબાકાર ની સ્થિતિ છે. ડીસાના કંસારી શેરપુરા, લક્ષ્મીપુરા, પમરુ,યાવરપુરા સહિતના ગામોમાં અનેક જગ્યાએ ઘરો માં બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયું છે જ્યારે ખેતરો માં વાવેલ મગફળીનો પાક પણ પાણીમાં ઘરકારો થઈ ગયો છે અને મોટાભાગના ખેતરો અત્યારે બેટ સમાન બની ગયા છે.વર્ષ 2017 માં પણ ભયંકર પૂરના કારણે આ તમામ ગામોમાં મોટા પાયે ધોવાણ થયું હતું અને મોટા પ્રમાણમાં પશુઓની જાનહાનિ તેમજ ખુવારી થઈ હતી.જ્યારે આજના વરસાદથી પણ જળબંબાકાર ની સ્થિતિ તથા ગ્રામજનોમાં એક પ્રકારનો છુપો ભય જોવા મળી રહ્યો છે. અંગે શેરપુરા ગામના સ્થાનિક ખેડૂત ઉત્તમપુરી એ જણાવ્યું હતું કે અમારા ઘરમાં બે થી ત્રણ ફૂટ પાણી ઘૂસી ગયું છે અને ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે જ્યારે કંસારી ગામના દરગાજી પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેમના ખેતરોમાં અત્યારે ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે ભારે વરસાદના કારણે ખેતરોમાં વાવેલ મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે

Download Our B K News Today App



Related News