ડીસા માં બનાસ નદી પર એક બાજુ બ્રિઝ બંધ હોવાના કારણે કિલ્લો મિટર સુધી ટ્રાફિક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-11 11:12:46
  • Views : 193
  • Modified Date : 2022-06-11 11:12:46


ડીસા માં બનાસ નદી પર એક બાજુ નું બ્રિઝ બંધ હોવાના કારણે  કિલ્લો મિટર સુધી ટ્રાફિક મા લોકો ફસાઈ રહે છે ત્યારે બીજી બાજુ નેશનલ હાઈવે ની બાજુ માં બિનઅધિકૃત શોપિંગો બનાવી દેવાના  કારણે ટ્રાફિકની સમસ્યા સરજાઈ રહી છે ડીસાના બનાસ નદીના બ્રિજ ની બાજુમાં જ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં ખેતીલાયક જમીનમાં કોઈ જ પ્રકાર ની પરવાનગી વગર અને એન એ  કર્યા વગર મસમોટું શોપિંગ બનાવી દેવામાં આવ્યું છે  જેના કારણે હાઇવે પર દુકાનદારો લારીઓ ઉભી રાખતા ટ્રાફીક થઈ રહ્યો છે  ડીસાના ચીફ ઓફિસર અને અધિકારીઓની મીલીભગત થી આશોપિંગ બનાવી દેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાઈવે પર બનાવી દેવામાં આવેલા શોપિંગ પર અને શોપિંગ ની આગળ નાસ્તાની અને ઠંડા પીણાની લારીઓ ઉભી રાખવામાં આવતા હાઈવે પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે વારંવાર રજૂઆતો અને અરજીઓ કરી હોવા છતાં જાણે ચીફ ઓફિસરનો પેટનું પાણી હલતું નથી તેમ ફક્ત નોટિસ આપીને સંતોષ માની રહ્યા છે આશોપિંગ ને એક વર્ષ વિતી ગયો હોવા છતાં હજુ સુધી શોપિંગ નું પંચનામુ કરીને તેને શીલ કરવાની અથવા શોપિંગ ને તોડી પાડવાની કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે હાલ સ્થાનિક લોકોને અને ત્યાંથી અવરજવર કરતાં વાહનચાલકો ને ટ્રાફિકની સમસ્યા નડી રહી છે  ત્યારે  શોપિંગ ત્વરિત પાડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

Download Our B K News Today App



Related News