દિયોદર તાલુકાનું ડુચકવાડા ગામ તરસ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-20 11:23:08
  • Views : 459
  • Modified Date : 2020-07-20 11:23:08

બનાસકાંઠા જિલ્લામાં ઘણા તાલુકાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ જાેવા મળે છે. પીવાના પાણી માટે સરહદી વિસ્તાર એવા વાવ-થરાદમાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે દિયોદર તાલુકામાં પણ જળ સંકટ ઉભુ થયું છે. તાલુકાનું ડુચકવાડા ગામે છેલ્લા બે
મહિનાથી પાણીની સમસ્યા ઉભી થવા પામી છે.
દિયોદર તાલુકાનું ડુચકવાડા ગામ લગભગ ૫ હજારથી વધુ વસ્તી ધરાવતું ગામ છે. આ ગામના બોર થકી અલગઅલગ ૧૧ લાઈનો થકી પાણીનો સપ્લાય થાય છે. ત્યારે લોકડાઉન વચ્ચે ડુચકવાડા ગામના બોરમાં ભંગાણ સર્જાતા આખા ગામમાં જળ શંકટ ઉભું થવા પામ્યું હતું.  લોકોને પીવાના
પાણીની ભારે અછત સર્જાઈ હતી. ત્યારે લોકોને છેલ્લા
૨ મહિનાથી બહાર પાણી ભરવા બેડાં ઉપાડી જવાનો વારો છે. લોકોને જીવન જરૂરિયાતનું  પાણી, પીવાનું અને પશુઓને પીવાના
પાણીની ભારે તંગી સર્જાઈ છે. ડુચકવાડાના ગ્રામજનો પાણીનો પોકાર કરી રહ્યા છે  કે અમોને પાણી આપો.  આ બાબતે ગ્રામ પંચાયતનો સંપર્ક કરતા તલાટી મૂળજી પટેલનો ફોન લગ્યો ન હતો.  જ્યારે ગામના સરપંચે જણાવ્યું હતું કે અમોએ પાણી પુરવઠામાં અને ધારાસભ્ય તેમજ પાણીને લગતી સમસ્યા નિવારવા રજૂઆતો કરી છે. અમો પાણી પુરવઠામાં ૧૦ ટકા લોકફળો પણ ભરવા તૈયાર છીએ, છતાં પાણી પુરવઠા વાળાઓ યોગ્ય કાર્યવાહી કરતા નથી. અત્યારે કોરોનાનું સંકટ તો માથે તોળાઈ રહ્યું છે ત્યારે અમારા ગામમાં જળ સંકટ પણ પેદા થયું છે. અત્યારે કામ ચલાઉ જસાલીથી પાણી  આવે છે જે અમો ગામમાં ૧૧ લાઈનોમાં પહોંચી નથી વળતા અને અડધો કલાક માંડ પાણી
આપી શકીએ છીએ.  પ્લોટ વિસ્તારોમાં આંતરા દિવસે
પાણી આપીએ છીએ.  
પાણીની સમસ્યા બોરમાં ભંગાણ સર્જાતા ઉભી થઇ છે ત્યારે પાણી પુરવઠા અને લાગતા વળગતા અધિકારીઓ પાણી સમસ્યા ધ્યાને લઇને સત્વરે ઉકેલ લાવે તે જરૂરી છે.  જો પાણી પુરવઠા વાળાઓ
પાણીની સમસ્યાનું નિરાકરણ, નવો બોર નહિ મજૂર કરે તો ના છૂટકે પાણીના માટલા સાથે મહિલાઓ પાણી પુરવઠાની ઓફિસે ઘેરાવો કરીને માટલા ફોડશું તેમજ જલદ આંદોલન જળ માટે કરશંુ તેવું મહિલાઓએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News