ટાકરવાડા ખાતે આવેલ તળાવમાં ડુબી જવાથી બાળકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 11:10:27
  • Views : 471
  • Modified Date : 2020-06-19 11:10:27

પાલનપુર તાલુકાના ટાકરવાડામાં દેવીપુજકનો ૮ વર્ષનો દિકરો બકરા ચરાવવા ગયો ત્યાં તળાવમાં નહાવા જતાં ડુબી જવાથી થયુ કરુણ મોત થયું હતું. 
બનાસકાંઠા જિલ્લાના
પાલનપુર તાલુકાના ટાકરવાડા ખાતે આવેલ રામનગર વિસ્તારમાં આવેલા તળાવમાં બુધવાર સાંજના સમયે
દેવીપુજક સમાજના વિનોદભાઈ મીણાભાઈ
પટણીનો દિકરો શુભમ અને અન્ય બે બાળકો બકરા ચરાવવા માટે તળાવ નજીક ગયા હતા અને તળાવમાં પાણી ભરેલુ હોઈ નહાવા પડતા શુભમ ડુબી ગયેલ. જેથી દેવીપુજક સમાજના લોકો તેમજ ગામલોકો સ્થળ ઉપર જઈ શુભમની શોધખોળ હાથ ધરી હતી અને ગઢ પોલીસને જાણ કરતા ગઢ
પીએસઆઈ એસ.એ.ચૌધરી તત્કાલીન સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓને બાલાવીને શુભમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ અંધારુ થઈ જતા શુભમનો કોઈ પતો ના લાગતા ગુરુવારે સવારે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને શોધખોળ કરતા પાણીમાંથી શુભમનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે કુમળા બાળકનો મૃતદેહ જોઈને તેના
પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકયુ હતુ અને સમગ્ર વાતાવરણ ગમગીન થઈ જવા
 પામ્યુ હતુ. ફુલ જેવા દિકરાને મૃતહાલતમાં જોઈને તેની માતા ભારે રોકકળ કરતા દ્રશ્યો કાળજુ કંપાવી દે તેવુ જોવા મળ્યુ હતુ. ગઢ પોલીસ દ્વારા સરપંચપતિ રઘજીભાઈ તેમજ પુર્વ સરપંચ નાનજીભાઈ અને તલાટી એમ.એમ.કણેરની હાજરીમાં જરુરી કાર્યવાહી કરી મૃતકના પિતા દ્વારા મૃતકની લાશનું
પીએમ કરાવવાની ના પાડતાં
પોલીસ મૃતક શુભમના મૃતદેહને તેના વાલીવારસોને સોંપવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News