અમીરગઢ વિસ્તારમાં દારૂડિયાઓની મોજ : ગુજરાતમાં લઠ્ઠાકાંડ બાદ પણ અમીરગઢ વિસ્તારમાં દારૂની રેલમછેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-31 12:14:27
  • Views : 228
  • Modified Date : 2022-08-31 12:14:27

અમીરગઢ વિસ્તારમાં દારૂડિયાઓની મોજ : ગુજરાતમાં લઠ્ઠાકાંડ બાદ પણ અમીરગઢ વિસ્તારમાં દારૂની રેલમછેલ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અવાર નવાર દેશી અને વિદેશી દારૂના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ અને હાલમાંજ લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં પોલીસે ઘણી જગ્યાઓ પર રેડ પાડી અને દારૂની ભઠ્ઠીઓ પકડી પાડી હતી તો સવાલ એ છે કે આ દારૂડિયાઓ દારૂ લાવે છે ક્યાંથી ?

 

અમીરગઢ વિસ્તારમાં આવર નવાર દારૂડિયાઓ ખુલ્લે આમ દારૂ પિતા અને પીધેલ હાલતમાં ભર બજારે જોવા મળતા હોય છે ત્યારે આજ રોજ ઇકબાલગઢ બજારમાં જવાના બ્રિજ નીચે એક વ્યક્તિ ફૂલ દારૂ પીધેલ હાલતમાં રોડ પર આળોટતો જોવા મળ્યો હતો તને એટલો પણ હોશ ન હતો કે તે ક્યાં છે અને કાઈ હાલત માં છે મોટી વાત એ છે કે ત્યાંથી પોલીસ સ્ટેશન 100 મીટર કરતા પણ ઓછા અંતરે આવેલ છે

 

ગુજરાતમાં કેહવામાં દારૂ બધી છે તો આવા લોકોને દારૂ મળે છે ક્યાં થી અને જાહેરમાં પીને આવીને ગમે ત્યાં મન ફાવે તેમ ભર બજારે કોઈની પણ બીક વગર આમ જાહેરમાં આવતા તેમને ના તો કાયદાની કે ન તો પોલીસ ની ડર છે એ આ ફોટો પરથી સ્પષટતાપૂર્વક જોઈ શકાય છે ઇકબાલગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર ની 100 મીટર કરતા પણ ઓછા અંતરમાં જો ભર બજારે આવી હાલત હોય તો બીજી તો વાત જ શું રહી

 

અમીરગઢ ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર આવરનવાર માદક દ્રવ્યો અને પીણાં માટે પ્રખ્યાત બોર્ડર છે અને આસપાસના વિસ્તારોમાં દારૂની રેલમછેલમાં દારૂડિયાઓ મોજ માની રહ્યા છે

Download Our B K News Today App



Related News