ઇકો ગાડી પલટી ગઈ અને પોલીસને ડ્રગ્સ હાથ લાગ્યું આગથળા પાસેથી રૂ.૪.૯૮ લાખનું ડ્રગ્સ ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-06 11:47:05
  • Views : 1088
  • Modified Date : 2020-11-06 11:47:05

કોરોના મહામારીના સમયમાં વધુ એકવાર બનાસકાંઠાના આગથળા
પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતી એક મહિલા સહિત પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઇકો ગાડી, એમડી ડ્રગ્સ સહિત ૭.૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી
પાંચેય આરોપીઓ સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે મોટા પ્રમાણમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે.
પરંતુ કેટલીકવાર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા અસામાજિક તત્વોને મુદ્દામાલ સાથે ઝડપી
પાડવામાં આવતા હોય છે. છેલ્લા બે મહિનામાં જિલ્લાની મુખ્ય બોર્ડર અમીરગઢ પરથી કરોડો રૂપિયાના માદક પદાર્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં.   આવ્યા હતા.  રાજસ્થાનમાંથી અસામાજિક તત્વો દ્વારા અવનવા કિમીયાઓ અપનાવી ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર
પરથી માદક પદાર્થો ઘૂસાડવામાં આવે છે.જે રીતે માદક પદાર્થો મળી રહ્યા છે. તે જોતા જિલ્લામાં માદક પદાર્થોનું નેટવર્ક મોટુ જોવા મળી રહ્યું છે.
લાખણી તાલુકાના આગથળા પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતા એક મહિલા સહિત પાંચ લોકોની પોલીસે અટકાયત કરી છે. જેમાં રાજસ્થાનના સાંચોર ગામેથી રવિ નામના વ્યક્તિ પાસેથી એમડી મેફેડ્રોન  ડ્રગ્સ લઈને ઇકો ગાડી નં. જીજે૧૪એ.પી. ૩૫૩૮માં પાંચ લોકો ગુજરાત તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન લાખણી તાલુકાના આગથળા ગામ પાસે ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે આગથળા પોલીસ  સ્ટેશનના પીએસઆઈ
પી.એન. જાડેજા સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં શંકા જતા પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી એમડી મેકડ્રોન નામનું ૪૯.૮૪૦ ગ્રામ ડ્રગ્સ કિ. રૂ. ૪.૯૮,૪૦૦/- મળી આવ્યું હતું. જેથી પોલીસે એક મહિલા સહિત
પાંચ  લોકોની અટકાયત કરી હતી. તેમજ ઇકો કાર સહિત કુલ રૂ. ૭,૧૦,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને પાંચેય આરોપીઓ સામે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News