સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી ગાંધીનગરમાં રૂ. ૭.૫૦ લાખના ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 11:36:51
  • Views : 295
  • Modified Date : 2020-10-20 11:36:51

સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસ હજી ભુલાયો નથી. ત્યાં ગુજરાત રાજયના પાટનગર ગાંધીનગરમાંથી સ્પેશિયલ
ઓપરેશન ગ્રૂપ દ્વારા પ્રતિબંધિત એમડીએમએ ડ્રગ્સના જથ્થા સાથે સેક્ટર-૨ ખાતે રહેતા યુવકને ઝડપી લઈ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર સ્પેશિયલ
ઓપરેશન ગ્રુપના પોલીસ ઈન્સ્પેક્ટર ડી. બી. વાળાએ
પી.એસ.આઈ. આર.બી.
પરમાર સહિતના સ્ટાફના માણસો સાથે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પેંડલરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન એસઓજીની ટીમ રવિવારે ગાંધીનગરના ઈન્ફોસિટી વિસ્તારમાં બાજ નજર રાખીને એલર્ટ મોડ પર હતી. તે દરમિયાન બાતમી વાળી કાર પસાર થતા તેને કોર્ડન કરીને ઊભી રખાવી દીધી હતી. એસઓજીને કારના ચાલક સેકટર -૨ /સી પ્લોટ નંબર ૯૫૧/૧ માં રહેતા ઋષિક
પીયૂષકુમાર દવે પાસેથી પ્રતિબંધિત એમડીએમએ ડ્રગ્સની ૧૫૧ ટેબ્લેટના જથ્થા સાથે ઝડપી લઈ ડ્રગ્સ રેકેટનો
પર્દાફાશ કર્યો હતો.
આ અંગે સ્પેશિયલ
ઓપરેશન ગ્રુપના પોલીસ ઈન્સ્પેક્ટર ડી. બી. વાળાએ જણાવ્યું હતું કે ઋષિકના પિતા ગાંધીનગરની કેન્દ્રીય વિદ્યાલયમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. તેમજ તેની માતા ભક્તિબેન પણ સચિવાલયમાં ફરજ બજાવે છે. માત્ર ચોવીસ વર્ષની ઉંમરમાં ડ્રગ્સ રેકેટ ચલાવનાર ઋષિક દવે પાસેથી આશરે
રૂ.૭.૫૦ લાખની કિંમતની એમડીએમએ ડ્રગ્સની ૧૫૧ ટેબ્લેટ સહિત મોબાઈલ ફોન, કાર મળી કુલ દસ લાખ
પંચાવન હજાર પાંચસો
રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આટલા મોટા ડ્રગ્સના જથ્થા સાથે
ઝડપાયેલ ઋષિક ઉર્ફે રાજા
પીયૂષકુમાર દવેને અમદાવાદના મોટેરા ખાતે રહેતા નિહાલ સાલવી નામના શખ્સે ડ્રગ્સનો જથ્થો આપ્યો હોવાની કબૂલાત કરી છે. હાલમાં બન્ને યુવકો વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પણ પોલીસ ઇન્સ્પેકટર ડી. બી. વાળાએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News