થરાદ-સાંચોર હાઇવે પર ડ્રગ્સ ની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો : 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-25 12:12:00
  • Views : 424
  • Modified Date : 2021-07-25 12:12:00

     બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ડ્રગ્સ ની હેરાફેરી કરતો શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. દુધવા ગામનો શખ્સ બાઈક પર ડ્રગ્સની હેરાફેરી કરતા એસઓજીની ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સહિત 2.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

     રાજ્ય અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ની હેરાફેરી ખૂબ જ વધી ગઈ છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની પોલીસ પણ ડ્રગ્સ ની બદી ને અટકાવવા માટે દિન રાત પ્રયાસો કરી રહી છે. એસઓજીની ટીમ ગઈકાલે થરાદ વિસ્તારમાં હતી તે સમયે થરાદ-સાંચોર હાઇવે પર આવેલ વારા ગામના પાટિયા પાસે એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું બાઈક પસાર થતાં એસઓજીની ટીમે તેને ઉભું રાખવી તલાશી લીધી હતી. તપાસ દરમિયાન બાઈકચાલક ના શર્ટ ના ખિસ્સામાંથી મેફેડ્રોન મળી આવ્યું હતું. જેથી પોલીસે દુધવા ગામના રહેવાસી બાઈક ચાલક માલસિંગ જીવાજી ચૌહાણ ની મેફેડ્રોન સાથે અટકાયત કરી હતી. ડ્રગ્સ અને બાઈક સહિત સહિત 2.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સ મેફેડ્રોન ડ્રગ્સ સાંચોર ના ગાંધવ ખાતે રહેતા પ્રકાશ વિશ્ર્નોઇ પાસેથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે બાઈકચાલક અને પ્રકાશ વિશ્ર્નોઈ સહિત બંને સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News