રેમડેસિવિર વિવાદમાં ડ્રગ કંટ્રોલર એચ.જી. કોશીયાનો ભોગ લેવાય તેવી શક્યતા, મિસમેનેજમેન્ટ અને નીતિ જવાબદાર હોવાનું તારણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-11 13:57:55
  • Views : 246
  • Modified Date : 2021-04-11 13:57:55

    ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, સંગ્રહખોરી અને કાળા બજારની ફરિયાદોની સાથે શરૂ થયેલી રાજનીતિને ગંભીરતાથી લઈ ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ ગુજરાતના ડ્રગ કંટ્રોલર કોશીયાને સ્ફોટક પત્ર લખી ઇન્જેક્શનના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા છે, તે જોતા રેમડેસિવિરના મામલે ગુજરાતના ડ્રગ કંટ્રોલર કોશીયા સામે પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વિસ્ફોટની સાથે રેમડેસિવિર ઇન્જેક્શન માટે અફરાતફરી મચી ગઈ છે, દર્દીઓના સગાંઓ બિચારા બનીને આમતેમ ભટકી રહ્યા છે, સરકાર પણ તમાશો જોઈ રહી હતી. સામાન્ય જનતાને ઇન્જેક્શન મળતા ન હતા, પણ ભાજપના પ્રમુખ પાસે 5000 ઇન્જેક્શન આવી જતા ભારે રોષ અને વિરોધનું વાવાઝોડું સર્જાયું હતું. આ મામલે ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયાના વી.જી.સોમાણીએ ગુજરાતના ડ્રગ કંટ્રોલર એચ.જી.કોશીયાને એક સ્ફોટક પત્ર લખ્યો છે, જેમાં ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ઇન્જેક્શનની અછતનો ઉલ્લેખ કરી ઇન્જેક્શનના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા છે, સોમાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઇન્જેક્શનની મોટાપાયે અછત પ્રવર્તી રહી છે, રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના કારણે સંગ્રહખોરી અને કાળા બજારી થઈ રહી છે.

    ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાના આ પત્રના આધારે ટૂંક સમયમાં જ કોશીયા સામે પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે, એટલું જ સરકાર પણ અકળાઈ ગઈ છે કે, મિસમેનેજમેન્ટ અને નીતિના કારણે ગુજરાતમાં ઇન્જેક્શનની અફરાતફરી મચી ગઈ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં 5000 રેમેડેસિવિર ઇન્જેક્શન વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરતા વિવાદ સર્જાયો હતો. પાટીલે આ ઇન્જેક્શન કેવી રીતે મેળવ્યા એવા સવાલો થયા હતા. આ અંગે શનિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછાયું કે પાટીલ પાસે આ ઇંજેક્શન કેવી રીતે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મને ખબર નથી પાટીલને પૂછો.’ આ તરફ પાટીલે દાવો કર્યો હતો કે કેટલાંક સેવાભાવી મિત્રોની મદદથી ઇન્જેક્શનનો જથ્થો મેળવ્યો હતો.

    કોંગ્રેસે આ સમગ્ર વિવાદમાં ભાજપ સરકારની ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખૂટી પડ્યો છે રિપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહી એવી સ્થિતિમાં પાટીલ ઈન્જેકશન કયાંથી લાવ્યા. આ અતિ ગંભીર સવાલ છે. આ તરફ કોંગ્રેસના ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડાએ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે જેમ પાટીલે 5000 ઇન્જેક્શન સુરત માટે મેળવ્યાં તેમ 2,500 ઇન્જેક્શન કોંગ્રેસને ગાંધીનગર માટે આપવામાં આવે.

    કાયદો કહે છે કે, સરકારી નિયંત્રણમાં હોવાના કારણે રેમડેસિવિર ઈન્જેક્શન ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વિના નામ મળી શકે. એટલું જ નહીં, લાઇસન્સ વિના કોઈ પણ આટલો સ્ટોક પણ ના રાખી શકે. સરકારે નિયમ બનાવ્યા છે કે, કોઈ પણ વ્યક્તિને ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવ્યા વિના 6થી વધુ ઈન્જેક્શન ના મળી શકે. એટલે સવાલ એ છે કે, સી.આર. પાટીલ પાસે 5000 રેમડેસિવિર ઈન્જેક્શન કેવી રીતે પહોંચ્યા? તે પણ સરકારને જાણ વિના. સવાલ એ પણ છે કે, શું ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ પાટીલ સામે ગુનો નોંધશે કે પછી તપાસનો દેખાડો કરશે? જોકે, સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, સી.આર. પાટીલને આ 5000 રેમડેસિવિર ઈન્જેક્શન સરકારી મદદ વિના મળ્યા ના હોત!


Download Our B K News Today App



Related News