ડ્રોપઆઉટ - કદી શાળાએ નહી ગયેલા બાળકોનો અભ્યાસ શરૂ કરાવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-09 18:58:26
  • Views : 177
  • Modified Date : 2024-11-09 18:58:26

રાજકોટ: ગુજરાતમાં તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પ્રવેશોત્સવ યોજનામાં નાના ભુલકાઓને મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ-અધિકારીઓ પ્રથમ વખત શાળામાં અભ્યાસ માટે આંગળી પકડીને લઈ જાય તેનાથી બાળકોના શાળા પ્રવેશ વધ્યો હતો પણ ડ્રોપ આઉટ એટલે કે એક વખત શાળામાં દાખલ થયા બાદ અલગ અલગ સમયે બાળકો અભ્યાસ છોડી દે છે અને તેનાથી તેમના ભવિષ્યને અસર થાય છે.તેથી હવે રાજય સરકારે જેઓએ હજુ સુધી કદી શાળામાં પ્રવેશ મેળવ્યો નથી તેવા બાળકો અને અભ્યાસ છોડી જનાર બાળકોને ફરી શાળામાં અભ્યાસ માટે દાખલ કરવામાં એક રાજયવ્યાપી સર્વે કરીને તેઓનો અભ્યાસ શરૂ થાય તે જોવા ખાસ આયોજન કર્યુ છે. આ ઉપરાંત જે બાળકો કોઈ શારીરિક ક્ષતિના કારણે શાળાએ જઈ શકતા ન હોય તેઓને પણ અભ્યાસની સુવિધા મળે તે જોવામાં આવશે.શિક્ષણના અધિકારનો અમલ હોવા છતાં ડેટા મુજબ 2022-23ના શૈક્ષણિક વર્ષમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે રાજયએ ડ્રોપઆઉટનું પ્રમાણ ઉંચુ જોવા મળ્યું છે. ધો.1થી5 ધોરણમાં ડ્રોપઆઉટ 1.17%થી વધીને 2.68% થયું છે. ધો.1થી8માં પણ 3% આ બચાવ ડ્રોપઆઉટ છે અને ધો.9થી10માં તે 21.28% અને ધો.11-12માં 6.19% નો ડ્રોપઆઉટ રેટ છે.આમ ધો.9-10માં ડ્રોપઆઉટ રેટ સૌથી વધુ છે. શાળા પ્રવેશોત્સવ છતા પણ 6થી14 વર્ષની ઉંમરના 2.35 લાખ, 6થી14 વર્ષના 1.82 લાખ અને 15થી19 વર્ષના 31764 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડયો હતો અને તેઓ હાલ કયાં છે તે પણ નિશ્ચિત થયુ નથી. હવે શિક્ષણ વિભાગે ખાસ ડ્રાઈવ યોજીને આ ડ્રોપઆઉટ તથા કદી શાળાએ નહી ગયેલા બાળકોનો અભ્યાસ ફરી શરૂ થાય તે નિશ્ચિત કરશે.

Download Our B K News Today App



Related News