કોરોનાની લડાઈમાં ડ્રોનથી ડીસામાં પ્રથમવાર સેવા શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-27 12:01:15
  • Views : 769
  • Modified Date : 2020-03-27 12:01:15

બનાસકાંઠાના ડીસામાં લોકડાઉનમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખી સેવા કરવા માટે એક યુવક દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડ્રોનની મદદથી આ યુવાન ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને ફૂડ
 પેકેટ અને માસ્ક સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરી રહ્યો છે.
કોરોના વાયરસને લઈને લોકડાઉન થતા સૌથી વધુ પરિસ્થિતિ કથળી હોય તો તે છે ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની. ત્યારે આવા લોકોને પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે  ડીસામાં સેવાભાવી યુવાન શૈલેષભાઇ ઠક્કર ઉર્ફે ડ્રેશવાળા દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ  રાખી સેવા માટે અનોખું આયોજન કરાયું છે . શૈલેષભાઇ  પાસે ડ્રોન કેમેરા હતો જેનો
સદઉપયોગ હાલ ગરીબ ઝૂંપડપટ્ટી ના લોકોને ફ્રુડ પેકેટ આપવા કરી રહ્યા છે. ડીસામાં આવેલ ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં લોકો થી ૨૦ ફૂટ દૂર ઉભા રહી  દૂર ઉભા રહી ડ્રોનમાં કરિયાણાની
ચીજવસ્તુઓ સાથે નાહવા ધોવાના સાબુ અને શેમ્પુ, બાળકો માટે બિસ્કિટ,મમરા,અને માસ્ક
પણ આપી રહ્યા છે. શૈલેષભાઇએ જણાવ્યું હતું કે તેમની પાસે ડ્રોન છે ત્યારે તેઓને વિચાર આવ્યો કે આવા સોશ્યલ ડિસ્ટન્સ રાખી લોકોને ચીજવસ્તુઓ આપવા માટે ડ્રોન ઉપયોગ સૌથી શ્રેષ્ટ વિકલ્પ છે બસ પછી શૈલેષભાઇ જીવન જરૂરી ચીજવસ્તુઓ લઈને
પહોંચી ગયા સલ્મ વિસ્તારમાં. અને દૂર ઉભા રહીને ગરીબોને જરૂરિયાત વાળી ચીજવસ્તુઓ આપી સેવા કરી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાં ડ્રોનથી ચીજવસ્તુઓ પહોંચાવાનું આ પ્રથમ ઘટના છે અને દૂરથી ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને આ રીતે ચીજવસ્તુઓ પહોંચાડી શકાય છે.

Download Our B K News Today App



Related News