અમદાવાદમાં રથયાત્રાના રુટ પર ડ્રોન દ્વારા રખાઈ રહી છે નજર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-20 15:13:44
  • Views : 99
  • Modified Date : 2023-06-20 15:13:44

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સુરક્ષાની વિશેષ રીતે ધ્યાન રાખવા માટે સર્વેલય્નસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રથયાત્રામાં પ્રથમવાર તીથર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે . જેમાં હાઈરિઝોલ્યુશન કેમેરા ફિટ કરેલા છે. આ હાઈટેક ડ્રોન 10 કલાકથી વધુ સમય હવામાં ઉડવા સક્ષમ છે. આ ડ્રોનમાં 120 મીટર ઉંચાઈ પર જઈ શકે છે. તેમજ 3 કિમીની રેંજમાં વધારે સારી રીતે ફોટોગ્રાફસ અને વીડિયો લઈ શકાય છે. આ ડ્રોનથી રથયાત્રા પર સતત મોનિંટરિંગ કરવામાં આવશે. રથયાત્રાના રુટ પર 6 પોઈન્ટ પર અલગ અલગ સમયે રથ પહોંચશે તે સમયે ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે.આ સાથે મોબાઈલ CCTV કંટ્રોલ વ્હીકલ પણ બનાવ્યું છે. જે અખાડા અને ટ્રકની વચ્ચે ચાલશે. આ વર્ષે CCTV , બોડીઓન કેમેરા, ડ્રોન નો ઉપયોગ વધુ પ્રમાણમાં થશે. 250થી વધારે મહિલા DCP અને ACP દ્વારા બેઠક કરવામાં આવી હતી.કોમી એકતા માટે મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવી. એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કરવામાં આવશે. નવી ટેકનોલોજીના ઉપયોગ સાથે રથયાત્રાની સુરક્ષા રહેશે.આ વર્ષે સીસીટીવી કેમેરા બોડીવોર્ન કેમેરા અને ડ્રોનનો વધુ પ્રમાણમાં ઉપયોગ થશે, સાથો સાથ એન્ટી ડ્રોન ગનનો પણ ઉપયોગ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News