ડીસામાં ક્ષતિગ્રસ્ત પુલ બંધ થતાં વાહનચાલકો અટવાયા : જલ્દીમાં જલ્દી સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોક માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-28 12:59:16
  • Views : 479
  • Modified Date : 2022-01-28 12:59:16

ડીસામાં રાજકીય પક્ષના નેતાઓ પોતાની કારકિર્દી ચમકાવવા માટે હંમેશા અવનવા પ્રયાસો કરતાં હોય છે.. પરંતુ શહેરમાં જે પ્રાણ પ્રશ્નો છે તે પ્રાણપ્રશ્નોના નિવારણની વાત આવે ત્યારે આ નેતાઓ ગાયબ થઈ જતાં હોય છે.. ત્યારે વર્તમાન સમયમાં પણ ડીસા બનાસ નદી પર બાંધવામાં આવેલો પુલ ક્ષતિગ્રસ્ત થતાં બંદ કરી દેવામાં આવ્યો છે અને તેના લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.. પરંતુ એકપણ નેતા આ સમસ્યાના નિવારણ માટે આગળ નથી આવી રહ્યા છે...

 

જ્યારે કોઈ રોડ બને કે કચેરીનું ઉદ્ઘાટન હોય ત્યારે નેતાઓ તેની ક્રેડિટ લેવાની એક પણ તક જતી કરતાં નથી.. પોતાના નામે પ્રસિધ્ધિ લેવાની એકપણ તક જતી ના કરનાર આ નેતાઓ જ્યારે સમસ્યાઓ સર્જાય છે ત્યારે ખબર નહીં ક્યાં સંતાઈ જાય છે કે તેમણે દીવો લઈને શોધવાની જરૂર પડે છે.. અત્યારે પણ કઈક એવું જ જોવા મળી રહ્યું છે.. તાજેતરમાં ડીસામાં જ્યારે એલિવેટેડ બ્રિજ બન્યો ત્યારે આ નેતાઓ મોટા ઉપાડે પ્રસિધ્ધિ લેતા નજરે પડ્યા હતા.. પરંતુ નવા એલિવેટેડ બ્રિજની શું હાલત અત્યારે છે તે પણ તમે જોઈ શકો છો... આવી જ સમસ્યા અત્યારે સર્જાઈ છે બનાસ નદીના બ્રિજ પર... સિત્તેર વર્ષ પહેલા બનેલા બનાસ નદીનો બ્રિજ ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત હતો અને હવે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે.. અને તેના લીધે એક જ બ્રિજ પર વાહનની આવન જાવન ચાલુ કરવામાં આવતા ભયાનક ટ્રાફિક જોવા મળી રહ્યો છે.. નદી પાર કરવા માટે કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ બંધ કરી દેવામાં આવતા ભારે ચક્કાજામ સર્જાયો છે.. આ બ્રિજ બંધ કરવા માટેનું કારણ જાણવા માટે અમે નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રોજેકટ ડાયરેક્ટરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે ટેલિફોનિક વાતચીતમા જણાવ્યુ હતું કે આ બ્રિજ ક્ષ્તિગ્રસ્ત થયો હોવાના લીધે સુરક્ષાના કારણોસર તેને બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજને બંધ કરી દેવામાં આવતા ડીસાથી રાધનપુર જતાં માર્ગ પર ભારે ચક્કા જામ સર્જાયો છે.. અને વાહન ચાલકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતી કેટલા સમય સુધી રહેશે તે અંગે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા કોઈ જ સમય મર્યાદા જણાવવામાં આવી નથી.. એટ્લે કે આ પરિસ્થિતી ક્યાં સુધી રહેશે તે અંગે કોઈ પણ જાતની માહિતી નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા જાહેર કરવામાં આવી નથી.. આ બ્રિજ પર કેવી પરિસ્થિતી છે તે જાણવા અમારા સંવાદદાતાએ પ્રયાસ કર્યો હતો..બપોર બાદ આ બ્રિજપર ભારે ચક્કા જામ સર્જાયો હતો.. અને લગભગ એકાદ કિલોમીટર સુધી વાહન ચાલકોને ફસાઈ જવાનો વારો આવ્યો હતો.. જેથી વાહન ચળકોના સમયનો બગાડ થયો હતો.. આ જે સમસ્યા છે તે સમસ્યાના નિવારણ માટે હવે કોઈ રાજકીય નેતા આગળ નથી આવી રહ્યા...! ત્યારે શું આપણા નેતાઓની ફરજ નથી કે લોકોને પડતી મુશ્કેલીઓનું સમાધાન લાવવું...! પ્રસિધ્ધિ પ્રિય આપના નેતાઓએ આગળ આવીને આ નદી પાર કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પણ જોઈએ.

Download Our B K News Today App



Related News