ડીસા તાલુકાના થેરવાડા,તાલેપુરા અને ધનપુરા ગામે જવાના રસ્તા પર ખાડાઓ પડી જતા વાહનચાલકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-11 14:08:29
  • Views : 268
  • Modified Date : 2021-11-11 14:08:29

ડીસા તાલુકાના થેરવાડા,તાલેપુરા અને ધનપુરા ગામે જવાના રસ્તા પર ખાડાઓ પડી જતા વાહનચાલકો પરેશાન

 

ડીસા તાલુકાના થેરવાડા,તાલેપુરા અને ધનપુરા ગામે જવાના રસ્તા પર ખાડાઓ પડી જતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારના વિકાસ કામોને લઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને સારા રસ્તાઓ મળી રહે અને પોતાના ખેતરથી વાહનો મારફતે સારા રસ્તાઓ પરથી બજાર સુધી અવર જવર કરી શકે તે માટે સારા રસ્તાઓ બનાવવા માટે સરકાર ગ્રાન્ટ ફાળવે છે.પરંતુ આજે પણ ડીસા તાલુકાના એવા અનેક ગામો છે કે જ્યાં હજુ નવા રસ્તાઓ બન્યાને સમય નથી થયો અને હાલમાં અનેક રસ્તાઓ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે.ત્યારે ડીસા તાલુકાના થેરવાડા,તાલેપુર અને ધનપુરા ગામને જોડતા માર્ગ પર હાલ અનેક જગ્યાઓ પર મોટા ખાડાઓ પડી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે લાગતા વળગતા અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે ખાડાઓ પુરા કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

Download Our B K News Today App



Related News