જુનાડીસા પાસે નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈડમાં આગ લાગતાં વાહનચાલકો પરેશાન ડમ્પિંગ સાઈડ યોગ્ય જગ્યાએ લઈ જવાની વાહનચાલકોની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-18 12:09:11
  • Views : 263
  • Modified Date : 2021-11-18 12:09:11

ડીસા શહેરી વિસ્તાર સ્વચ્છ સુંદર અને રળિયામણું રહે તે માટે ડીસા નગરપાલિકા દ્વારા ઘેર ઘેર કચરો ઉઠાવવામાં આવે છે અને આ તમામ કચરો ડીસા નગરપાલિકાના વાહનો દ્વારા ડીસા પાટણ હાઈવે પર આવેલ જુનાડીસા પાસે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ડમ્પિંગ સાઈડમાં નાખવામાં આવે છે પરંતુ આ ડમ્પિંગ સાઇટના કારણે અવારનવાર લોકો ભારે હાલાકીનો સામનો કરે છે ત્યારે જુનાડીસા પાસે નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઇટ માં આગ લાગતા લોકો ભારે હાલાકી ભોગવી હતી ખાસ કરીને દિવસ દરમિયાન આગના કારણે આજુબાજુ ધુમાડો પડતા વાહનચાલકો ભારે પરેશાન થયા હતા તે ઉપરાંત આ વિસ્તારની આજુબાજુ અનેક પરિવારો વસવાટ કરે છે તેઓએ પણ ધુમાડાઓના ઘટનાઓના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. તો બીજી તરફ રાત્રિના સમયે જુના ડીસા રોડ પર આગના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ધુમાડાના કારણે કશું જ ન દેખાતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારે સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ છે કે આ ડમ્પિંગ સાઈડ ક્યાંક યોગ્ય જગ્યાએ લઈ જવામાં આવે તો વારંવાર આગ લાગવાની ઘટનાથી લોકોને પરેશાન થવું પડે નહીં.

Download Our B K News Today App



Related News