ડીસા તાલુકાના જાવલ ગામે ભયજનક વળાંકથી વાહનચાલકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-15 12:38:12
  • Views : 353
  • Modified Date : 2021-12-15 12:38:12

 

ડીસા તાલુકાના જાવલ ગામે ભયજનક વળાંકથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સારા રસ્તાઓ લાઈટ પાણી જેવી સુવિધાઓ લોકોને સમયસર મળી રહે તે માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ કેટલીકવાર કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ના કારણે ગ્રામીણ વિસ્તારના લોકોને વર્ષો સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે ડીસા તાલુકાના જાવલ ગામે પણ કંઈક આવી પરિસ્થિતિ છે ડીસા તાલુકાના જાવલ ગામે પસાર થતો રસ્તો અને ગામને જોડતો રસ્તો છે અને અહીંથી રોજના મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારના લોકો પોતાના વાહનો થકી અવરજવર કરતા હોય છે ત્યારે જાવલ ગામ પાસે આવેલ ભયજનક વળાંકના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. વળાંક પર સર્જાતા વારંવાર અકસ્માતના કારણે અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો કેટલાક લોકો મોતને ભેટયા છે ત્યારે વળાંક થી વારંવાર સર્જાતા અકસ્માતના કારણે સ્થાનિક લોકો અને ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે બાબતે સ્થાનિક લોકો જણાવી રહ્યાં છે કે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા વળાંકને તાત્કાલિક ધોરણે નીકાળવામાં આવે તેના કારણે વારંવાર સર્જાતા અકસ્માતો અટકી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News