બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થયા ઇસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર પર ડીસાના આખોલ નજીક એક-એક ફૂટના પડેલા ખાડાઓને પગલે વાહન ચાલકોને મોટું નુકસાન થઈ રહ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-14 12:01:20
  • Views : 493
  • Modified Date : 2021-09-14 12:01:20

     કોઈપણ શહેર કે નગરનો વિકાસ ત્યાંના પરિવહન પર નિર્ભર હોય છે. જે શહેરમાં કે નગરમાં પહોંચવું જેટલું સરળ હોય છે તેનો વિકાસ એટલો જ ઝડપી થતો હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લો હજુ પણ પછાત છે અને તેનું કારણ આ વિસ્તારમાં પરિવહનની સુવિધા છે... બનાસકાંઠા જિલ્લો પરિવહનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે ભારતના પૂર્વથી પ્રશ્ચિમ છેડાને જોડતો ઇસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર પણ આ જિલ્લામાંથી જ પસાર થાય છે. આ ઉપરાંત આ હાઇવે પરથી કંડલા બંદર પર વિદેશથી આવતો માલસામાન અને વિદેશ મોકલવામાં આવતા માલસમાનનું પરિવહન થતું હોય છે.  ત્યારે આટલો મહત્વપૂર્ણ માર્ગની અત્યારે બનાસકાંઠા જિલ્લામાં હાલત ખરાબ છે. ઇસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર જ્યાંથી પસાર થાય છે તે ડીસાના આખોલ ચાર રસ્તા નજીક આ માર્ગ પર લગભગ એક ફૂટથી માંડી દોઢ ફૂટના ગાબડા પડ્યા છે. આ ગબળાઓને પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દિવસ દરમ્યાન અહીંથી લાસર થતા દશથી વધુ વાહનો ખોટકાઈ જાય છે અને તેના લીધે અહીં ટ્રાફિક જામ સર્જાઈ જતો હોય છે. આ રોડ પરથી વાહનોને પસાર થવામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે અહીંથી કેટલી પસાર થતા વાહનોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વિસ્તારના વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે આ માર્ગને નવેસરથી બનાવવામાં આવે તો જ આ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.


 

Download Our B K News Today App



Related News