કોરોના વેક્સિનેશન પછી તેલંગાણામાં ડ્રાઈવરનું મોત, પંજાબમાં આશા વર્કરની તબિયત લથડી; દેશમાં સાઈડ ઈફેક્ટના કુલ 600 કેસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 13:35:34
  • Views : 262
  • Modified Date : 2021-01-21 13:35:34

    કોરોના વેક્સિનેશનના અભિયાન વચ્ચે સાઈડ ઈફેક્ટના સમાચારો સામે આવી રહ્યાં છે. તેલંગાણામાં એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું વેક્સિન લીધા પછી મોત થયું છે. તો આ તરફ ફિરોઝપુરમાં એક આશા વર્કરની તબિયત લથડી ગઈ છે. જો કે, ડોક્ટર્સે હાલ કન્ફોર્મ નથી કર્યું કે આ વેક્સિનની આડ અસરને લીધે થયું છે કે નહીં.

    તેલંગાણાના નિર્મલ જિલ્લાના એમ્બ્યુલન્સ ડ્રાઈવર વિઠ્ઠલને 19 જાન્યુઆરીએ સવારે 11.30 વાગ્યે વેક્સિન અપાઈ હતી. રાત્રે તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને 20 જાન્યુઆરી સવારે તેનું મોત થઈ ગયું. પરિવારજનોને વિઠ્ઠલના મોત પાછળ વેક્સિનેશન પર શંકા છે, પરંતુ જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં મોતનો વેક્સિનેશન સાથે સંબંધ ન હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ ઘટના અંગે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, જિલ્લા AEFI સમિતિ ઘટનાની તપાસ કરી રહી છે.

    બીજી ઘટના ફિરોઝપુરની રહેવાસી આશા કાર્યકર્તા બિંદિયા(35)ની છે. તેને કોરોના વેક્સિન લીધા પછી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેને બુધવારે ફિરોઝપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવાઈ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.બિંદિયાનું કહેવું છે કે વેક્સિન લીધા પછી તે જ્યારે ઘરે ગઈ તો અચાનક બ્લડ પ્રેશર લેવલ ઘટવા લાગ્યું. પહેલા તો પ્રાઈવેટ ક્લિનીક ગઈ પછી સરકારી હોસ્પિટલમાં આવી. ફિરોઝપુરના CMO ડો.શશિ ભૂષણનું કહેવું છે કે, તેમની હાલત સ્થિર છે, અમે એવું ન કહી શકીએ કે વેક્સિનના કારણે આશાવર્કરની તબિયત લથડી છે.

    16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થયા પછી દેશમાં અંદાજે 600 સાઈડ ઈફેક્ટ્સના કેસ આવ્યા છે. અમુક રાજ્યોમાંથી વેક્સિનેશન પછી મોતના સમાચાર પણ આવ્યા છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ વેક્સિનેશન આવ્યું નથી. આ વિશે સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું છે કે, સાચી વાત એ છે કે, વેક્સિનેશન એકદમ સુરક્ષીત અને પ્રભાવી છે. જે પણ સાઈડ ઈફેક્ટના કેસ આવ્યા છે તે સામાન્ય છે. કોઈ પણ વેક્સિનેશનનમાં આવું થાય છે.



Download Our B K News Today App



Related News