બસ અમારી સલામતી સવારી"ને સાર્થક કરતા સિધ્ધપુર ડેપોના ડ્રાઇવર કંડકટર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 11:29:56
  • Views : 535
  • Modified Date : 2019-09-26 11:29:56

 સિધ્ધપુર ડેપાની મેતા સુરત પર્વત પાટિયા બસ નંબર ૨૬૭૩ બસમાં દાહોદના ખરાડ ગામના હંસાબેન રાકેશભાઈ મીણા ગર્ભવતી હોય. બસમાં મુસાફરી દરમિયાન અચાનક પ્રસવ પીડા ઉપડતાં ડ્રાઇવર મકરાણી અને કંડકટર મનોજ પટેલની સમય ચૂકતાથી બસમાં મુસાફરી કરી રહેલી હેમલતાબેન સુરેશભાઈ પરમારના સહયોગથી સફળ ડિલિવરી કરાવી તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે સિધ્ધપુર એસ.ટી. ડેપોના ડ્રાઇવર મકરાણી અને કંડકટર મનોજ પટેલ ૨૨ તારીખે સિધ્ધપુરથી સુરત
પર્વત પાટિયા બસ લઇને સુરત જવા નીકળ્યા હતા. તે દરમિયાન રાત્રે ૧૦-૧૫ વાગ્યાના સુમારે બસમાં  મુસાફરી કરી રહેલા મુસાફર દાહોદના ખરાડ ગામના હંસાબેન મીણાને પ્રસવ પીડા ઉપડતાં ડ્રાઇવર અને કંડક્ટરની માનવતાને કારણે તેઓએ અમદાવાદ અડાલજ  સર્કલ પાસે બાલાપીરની દરગાહ  આગળ બસ રોકી મુસાફરોમાંથી હેમલતાબેન પરમાર આંગણવાડીના કર્મચારી હોય તેમને વિનંતી કરી તેમના સહયોગથી  સફળ ડિલિવરી કરાવાઈ હતી. ત્યારબાદ ૧૦૮ ને ફોન કરતાં તેઓએ આવી પ્રાથમિક સારવાર કરી હંસાબેનને સોલા  સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તંદુરસ્ત બાળકનો જન્મ થતા સાથે મુસાફરી કરતા મુસાફરો ખુશ થઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News