સરહદી વિસ્તારમાં પીવાના પાણીની બૂમરાડ : છેલ્લા બે મહિનાથી પાણી ન આવતા સ્થાનિકો માં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-06 10:20:39
  • Views : 198
  • Modified Date : 2022-04-06 10:20:39

આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા તખતપૂરાના જોરડિયાળી માવસરી વિસ્તારમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે આજુબાજુના વિસ્તારોમાંથી દૂર દૂર થી પીવાના પાણી માટે પ્રાઇવેટ ટેન્કર દ્વારા પાણી લાવી જીવન ચલાવી રહ્યા છે જોકે અત્યાર સુધી તો કેનાલોમાં પાણી ચાલુ હતું જેથી થોડી મુકેલીઓ ઓછી પડતી હતી પરંતુ એકત્રીસ માર્ચથી કેનાલોમાં પણ પાણી બંધ થઈ જતાં મોટી મુશ્કેલી સર્જાઈ છે..જ્યારે માવસરી અને તખતપૂરા જોરડીયાળી ગામે છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની તંગી સર્જાઈ છે.લોકોનો તંત્ર સામે રોષ ભભકી ઉઠ્યો છે..માવસરી સરપંચ પ્રકાશભાઈ વ્યાસે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાણી એજન્સીની કયાક ને ક્યાંક અણઆવડત અને બેદરકારીથી સરહદી વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે..વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે.. પીવાના પાણી ની કાયમી ધોરણે સમસ્યા હલ થાય તે માટે સંકલન સમિતીમાં પણ રજૂઆતો કરેલી છે પરંતુ અણધડ નીતિ,અણઆવડત અને પાણી એજન્સીના જવાબદાર લોકોના પાપે છેવાડાના વિસ્તારને પાણી મળતું નથી..જેથી માવસરી સરપંચની સરકાર ને રજૂઆત છે કે આવા તંત્ર સામે પગલાં લઈ છેવાડે આવેલા વિસ્તારના ગામડાઓને એટલે કે માવસરી જોરડિયાળી.તાખતપુરા. જેવા ગામોને અત્યારે પીવાના પાણી ની ગંભીર સમસ્યા સતાવી રહી છે તેનો કાયમી ધોરણે નિવેડો લાવવા રજૂઆત છે


 વાવના તખતપૂરા,જોરડીયાલી અને માવસરી ગામમાં છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ન મળતાં બૂમરાડ ઉઠવા પામી છે..વારંવાર સ્થાનિક આગેવાની દ્વારા લેખિત અને મુખિક રજૂઆતો કરવા છતાં પીવાના પાણીની સમસ્યા નો નિવેડો આવતો નથી સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તખતપૂરાના સ્થાનિકોએ જણાવ્યું હતું કે પીવાના પાણી માટે બનાવેલ સંપમાં છેલ્લા કેટલાય દિવસથી પડેલું જૂનું પાણી પીવું પડે છે.. જેના કારણે લોકોમાં રોગચાળો થવાની ભીતી પણ સેવાઈ રહી છે..સંપના દરવાજા ખુલ્લા છે અને ઉપરની બાજુ  દરવાજો નથી..જેના કારણે અંદરથી દુર્ગંધ પણ આવી રહયી છે છતાં તંત્ર કોઈ ધ્યાન દોરતું નથી...ત્યારે આરોગ્ય અધિકારી તખતપૂરાના પાણીના સંપની મુલાકાત લે અને તંત્ર નું ધ્યાન દોરે એવી લોકમાંગ છે અને સરકાર ને રજૂઆત છે કે સરહદી પંથકની પ્રજાને પીવાના પાણીનો કાયમી ધોરણે નેવેડો લાવે એજ લોક હિત છે.. બાઈટ.પ્રકાસ વ્યાસ માવસરી સરપંચ


 


Download Our B K News Today App



Related News