48 કિમી રેન્જ વાળી હોવ્તિઝર તોપની ટ્રાયલ સફળ, DRDOના દાવો- આ દુનિયામાં સૌથી સારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 15:25:07
  • Views : 221
  • Modified Date : 2020-12-19 15:25:07

    ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ શનિવારે દેશમાં બનેલી ATAGS હોવ્તિઝર તોપનું સફળ ટ્રાયલ કર્યું છે. આ તોપની રેન્જ 48 કિમીની છે. અત્યારે સેનાને 1800 આર્ટિલરી ગનની જરૂર છે. DRDOના જણાવ્યા પ્રમાણે, આ તોપ આ જરૂરિયાતને પૂરી કરશે. આપણી પાસે હોવિત્ઝર તોપનો પૂરતો જથ્થો થઈ જતા વિદેશપાસેથી તોપ માંગવાની જરૂર નહીં પડે.ATAGSની ફિલ્ડ ટ્રાયલ દરમિયાન DRDOના સાઈન્ટિસ્ટ અને પ્રોજેક્ટ ડિરેક્ટર શૈલેન્દ્ર વી ગઢેએ જણાવ્યું કે, આ ગન સિસ્ટમ અત્યાર સુધીની ભારતની સૌથી મોટી તાકાત રહેલી બોફોર્સ સહિત દુનિયાની અન્ય કોઈ તોપ કરતાં પણ ઘણી સારી છે. તેમાં ખૂબ ઝડપી માનવામાં આવતી ઈઝરાયલ ગન સિસ્ટમ ATHOS પણ સામેલ છે. આ તોપનું પરિક્ષણ ચીન સીમા પાસે સિક્કમ અને પાકિસ્તાન સીમા પાસે પોખરણમાં પણ કરવામાં આવ્યું છે. અહીં આ તોપથી બે હજારથી વધારે ગોળા બારૂદ છોડવામાં આવ્યા છે.

    DRDOએ ડેવલપ કરી, બે ખાનગી કંપનીઓએ તૈયાર એડ્વાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGs) DRDOએ ડેવલપ કરી છે. તેને બે પ્રાઈવેટ કંપની ભારત ફોર્જ અને ટાટા એડ્વાન્સ સિસ્ટમ લિમિટેડે બનાવીન છે. ગઢેએ જણાવ્યું કે, ભારતીય સેનાને આ સમયે 1580 ટોડ ટોપ સિવાય 150 ATAGS અને 114 ધનુષ તોપની જરૂર છે. આ રીતે સેનાને કુલ 1,800 તોપની જરૂર છે. આ ગન સિસ્ટમ જે પ્રમાણે પર્ફોમ કરી રહી છે તેનાથી લાગે છે કે, તેનાથી 1800 તોપની જરૂર પૂરી થઈ જશે.ગઢેએ જણાવ્યું કે, યુદ્ધની સ્થિતિમાં આ તોપ કેવી રીતે દુશ્મનો પર જીત અપાવશે. તેમણે કહ્યું કે, આ તોપ 48 કિમી સુધી હુમલો કરી શકે છે. આ મુદ્દે આ સૌથી આગળ છે. દુનિયામાં કોઈ પણ તોપની ફાયરિંગ રેન્જ આટલી વધારે નથી. આ કારણથી યુદ્ધની સ્થિતિમાં આ તોપ દુશ્મનોના હુમલાથી બચીને રહી શકશે. અંતર વધારે હોવાના કારણે દુશ્મન આપણાં સુધી પહોંચી નહીં શકે, પરંતુ આપણે તેમને 48 કિમી દૂરથી જ ટાર્ગેટ કરી શકીશું. તેથી તેઓ આપણને ટક્કર નહીં આપી શકે. આપણે તેમની રેન્જથી આઠ કિમી દૂર રહી શકીએ છીએ.

Download Our B K News Today App



Related News