દિયોદરના લુદરા પાસે અકસ્માત ઃ ડ્રાઈવરનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 11:29:54
  • Views : 318
  • Modified Date : 2021-03-10 11:29:54

દિયોદર તાલુકાનાના લુદરા નર્મદા કેનાલ પાસે મોડી રાત્રેના સમય ટ્રેકટરની ટ્રોલી અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમાં ટ્રેકટર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ભાભર હાઇવે રોડ પર લુદરા નર્મદા કેનાલ
પાસે ભાભર તરફથી બટાકા ભરીને આવતું ટ્રેકટરની ટ્રોલી સાથે મોટી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે  સ્ટીરિંગ  પરનો  કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ટ્રક ડ્રાઇવર સગરામભાઈ વાહતાજી ઠાકોર (ભાભર વાળા) ને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત થયું હતું. જેમાં અકસ્માતની જાણ આજુ બાજુ વિસ્તારના લોકોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે અંગે દિયોદર
પોલીસને જાણ કરતા દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને
પી.એમ.અર્થે  દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી તેમજ  પોસ્ટમોર્ટમ બાદ લાશે વાલીવારસોને  સોંપવામાં આવી હતી. જાે કે આ અકસ્માતમાં ટ્રેકટર ચાલકનો બચાવ થયો હતો.

Download Our B K News Today App



Related News