ડીસા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબ તરીકે ફરજ બજાવી રહેલા ડો. કે.પી.દેલવાડીયા દ્વારા તેમના જન્મદિવસ પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 10:49:26
  • Views : 252
  • Modified Date : 2022-05-19 10:49:26

ડીસા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબ તરીકે ફરજ બજાવી રહેલા ડો. કે.પી.દેલવાડીયા દ્વારા તેમના જન્મદિવસ પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

      દરેક લોકો પોતાના જન્મદિવસની અલગ અલગ અંદાજમાં ઉજવણી કરતાં હોય છે. કોઈ મોજશોખ કરતાં હોય છે તો કોઈ દાન પુણ્ય.. પરંતુ ડીસા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબ તરીકે ફરજ બજાવી રહેલા ડો. કૃષ્ણરાજ પોપટજી દેલવાડીયા દ્વારા દર વર્ષે તેમના જન્મ દિવસની ઉજવણી લોકોમાં જાગૃતિ લાવે તેવી રીતે કરવામાં આવે છે.. કોરોના કાળ દરમ્યાન ગરીબ અને જરૂરિયાત મંદોને વિટામિન સીની ટેબલેટ અને માસ્ક, સેનિટાઈજર આપીને કરવામાં આવી હતી.. આ વખતે ડો. કે.પી.દેલવાડીયાએ પોતાના જન્મ દિવસ પ્રસંગે લોકોને રક્તદાન કરવા માટે જાગૃત બનાવવામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.. આજે ડો. કે.પી.દેલવાડીયા દ્વારા ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. જરૂરિયાત મંદો માટે રક્તની જરૂરિયાત પૂરી કરવા માટે ડો. કેપી દેલવાડીયા દ્વારા તેમના મિત્ર વર્તુળને કરવામાં આવેલી અપીલને પગલે ૩૧ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.. આ રક્ત જરૂરિયાત મંદોને આપવામાં આવશે..

Download Our B K News Today App



Related News