ભીલડીના સામાન્ય કાર્યકર સંતોષબહેન પ્રજાપતિ તેમજ ડોક્ટર કે બી પરમારના ઘરે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સંસ્થાપક ડૉ.પ્રવિણ તોગડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-14 11:01:44
  • Views : 396
  • Modified Date : 2022-05-14 11:01:44

 ભીલડીના સામાન્ય કાર્યકર સંતોષબહેન પ્રજાપતિ તેમજ ડોક્ટર કે બી પરમારના  ઘરે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સંસ્થાપક ડૉ.પ્રવિણ તોગડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી

 ત્યારે ડૉ.પ્રવિણ તોગડિયાનુ સાલ ઓઢાડી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. પ્રવિણ તોગડીયાનો કાફલો નિહાળી સ્થાનિક રહીશો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.આ અંગે ડૉ. પ્રવિણ તોગડીયાએ ક્હ્યું હતું કે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં ભાજપની હિન્દુત્વવાદિ સરકારના રહેલી છે જેના કારણે કાશી- મથુરા સહિતના વર્ષોજુના પ્રશ્નોનું હિન્દુઓની તરફેણમાં સમાધાન થાય તેવી આશા જોવા મળી રહી છે

 

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ડીસાના મહેમાન બન્યા હતા. ઉત્તર ગુજરાતના પ્રવાસે નીકળેલા તોગડિયા પાટણથી તેમના પ્રવાસની શરૂઆત કરી હતી.. ત્યારબાદ ડીસા પહોંચ્યા હતા.. ડીસા પહોંચ્યા બાદ અલગ અલગ જગ્યા પર આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો સાથે બેઠક કરીને ચર્ચાઓ કરી હતી.. ડીસા ખાતે પહોંચ્યા બાદ તેમનું કાર્યકરો દ્વારા ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યુ હતું.. હિંદુત્વને લઈ કઠોર નિવેદન આપવાને લઈ મશહૂર બનેલા તોગડિયા ડીસા પહોંચ્યા ત્યારે પણ તેમણે પોતાના સ્વભાવ મુજબ નિવેદન આપતા જણાવ્યુ હતું કે વર્તમાન સમયમાં જે મુસ્લિમ ઇમારતો પર વિવાદ ચાલી રહ્યો છે તે તમામ ઇમારતો હિન્દુઓના સ્થાન પર બનેલી છે..

Download Our B K News Today App



Related News