ડીસા તાલુકામાં પી.એચ.સી સેન્ટર પર સારી કામગીરી બજાવનાર ડો.જીતેન્દ્ર ગૌસ્વામીને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:39:37
  • Views : 220
  • Modified Date : 2021-12-17 13:39:37

 

ડીસા તાલુકામાં પી.એચ.સી સેન્ટર પર સારી કામગીરી બજાવનાર ડો.જીતેન્દ્ર ગૌસ્વામીને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા હતા. ડીસા ખાતે કાર્યરત પી.એસ.સી કેન્દ્ર પર ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો જીતેન્દ્ર ગૌસ્વામી દ્વારા છેલ્લા ઘણા સમયથી આરોગ્યલક્ષી સારી કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર હોય કે પછી શહેરી વિસ્તાર તમામ વિસ્તારના લોકોને સમયસર સારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે ડો.જીતેન્દ્ર ગોસ્વામી હંમેશા કાર્યરત હોય છે ખાસ કરીને દર મહિને ડીસા તાલુકામાં આવેલા અલગ-અલગ તાલુકાઓમાં આરોગ્યલક્ષી કેમ્પો નું આયોજન કરી દરેક લોકો સુધી આરોગ્યની સુવિધા પહોંચાડે છે કોરોનાવાયરસ થી મહામારીમાં પણ લોકોને પુના થી સુરક્ષિત રહે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં પણ તેઓ હંમેશા તત્પર રહ્યા હતા તે ઉપરાંત છેલ્લા ઘણા સમયથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી અનેક લોકોને સરકારી લાભો પર અપાવ્યા છે તેમની કામગીરી જોઈ તેમને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય લક્ષી સારી કામગીરી બજાવનાર 44 ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય કક્ષાએ ભારત સરકાર તરફથી nqas-1000 કેટેગરીમાં મહત્તમ ને nqas પ્રમાણિત કરવા માટે પ્રથમ એવોર્ડ આરોગ્ય વિભાગ ગુજરાતને આપવામાં આવ્યો હતો.જેમાં ડીસાના phc સેન્ટર પર ફરજ બજાવતા ડો.જીતેન્દ્ર ગૌસ્વામીને પણ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News