ડો. ચંદ્રકાન્ત મહેતાને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 15:06:45
  • Views : 341
  • Modified Date : 2020-03-12 15:06:45

ગુજરાતી,હિન્દીના પ્રસિધ્ધ સાહિત્યકાર અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ અને જાણીતા કટારલેખક ડો. ચંદ્રકાન્ત મહેતાને શિક્ષણક્ષેત્રે તેમની ૬ર વર્ષની સેવાઓ, સાહિત્યક્ષેત્રે ગુજરાતી-અંગ્રેજી-હિન્દીમાં ૪૮ વર્ષના લેખન દરમ્યાન ૧૬૮ પુસ્તકોનું પ્રકાશન તેમજ પત્રકારત્વ ક્ષેત્રે ૪ર વર્ષના શિક્ષણ દરમ્યાન ૧પ૦૦થી વધુ પત્રકારત્વના વિદ્યાર્થીઓ તૈયાર કરવા બદલ શિક્ષણની ઉચ્ચ સંસ્થા 'અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 'લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.જેમાં ડો.મહેતા અમદાવદ શહેર સમાજ શિક્ષણ સમિતિના મંત્રી તરીકે અઢી લાખ પ્રૌઢોને અક્ષરજ્ઞાન આપી, આંગણવાડી,બાળવાડી,એઇડઝ અવેરનેસ કેમ્પનું આયોજન કરી છેલ્લા ૩૦ વર્ષોથી સમાજસેવાની ફરજ અદા કરી રહ્યા છે. આમ જી.એમ.ડી.સી. હોલ ખાતે તેમને સ્વામી અદ્યાત્માનંદજી,શ્રી પી.કે.લહેરી,વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ તથા અચલા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી ડો.મફતભાઇ પટેલની ઉપસ્થિતીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News