નિર્ભયા પ્રકરણ દોષિતોને ફાંસીનો તખ્તો તૈયાર કરાયોનવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-11 13:39:33
  • Views : 385
  • Modified Date : 2019-12-11 13:39:33


તિહાર જેલમાં હવા ખાઇ રહેલા નિર્ભયા ગેંગ રેપના ચાર અપરાધીઓને ફાંસી પર લટકાવવા મામલે હજુ સુધી તિહાર જેલ વહીવટીતંત્ર પાસે કોઇ પત્ર પહોંચ્યો નથી પરંતુ તે પહેલા જ લજેલ વહીવટીતંત્ર દ્વારા તૈયારીની સમીક્ષા કરવામાં આવી રહી છે. જે હેળ જા આ ચારેય અપરાધીઓને ફાંસી આપવામાં આવે છે તો તેમાંથી મહત્તમ વજન ધરાવનાર કેદીના વજનની દ્રષ્ટિએ એક ડમીને ફાસીઆપીને જાવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ચુકી છે. ડમીમાં ૧૦૦ કિલો માટી ભરવામાં આવી હતી. ડમીને એક કલાક સુધી ફાંસી પર લટકાવીને રાખવામાં આવ્યા બાદ જરૂરી ટેસ્ટ કરવામા ંઆવ્યા હતા. તેની પાછળનો હેતુ એ છે કે જા દોષિતને ફાંસી આપવામાં આવે છે તો ફાંસી આપનાર રસી તુટી જવાની Âસ્થતીમાં તો નથી. કારણ કે નવમી ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે જ્યારે સંસદ પર હુમલાના અપરાધી અને ત્રાસવાદી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી ત્યારે પણ આવી પ્રક્રિયા યોજવામાં આવી હતી. તેના વજનની ડમીને ફાંસી આપીને ચકાસણી એ વખતે પણ કરવામાં આવી હતી. એ વખતે રસ્સી તુટી ગઇ હતી. આ વખતે મામલો ચાર કેદીઓનો છે.


Download Our B K News Today App



Related News