ઉમેદવારોની મૂંઝવણ ઃ પ્રચાર, સામગ્રી છપાવવી, ડોર ટુ ડોર પ્રચાર કરવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 12:04:06
  • Views : 281
  • Modified Date : 2021-04-09 12:04:06

મહાપાલિકાની ચૂંટણીનો પ્રચાર અડધો થયો છે ત્યારે કોરોનાએ પણ ફૂંફાડો માર્યો છે. મતદારો ઉમેદવારોને કોરોનાના ડરના કારણે આવકાર આપતા નથી. જેને લઇને ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ શહેરભરમાં લોકડાઉનની અફવાનુ બજાર ગરમાયુ છે. ત્યારે પ્રચાર સામગ્રી સહિતનો ખર્ચ કરવો કે કેમ તેની મુસીબત અનુભવી રહ્યા છે.
મહાપાલિકાની ચૂંટણીમાં સામાન્ય ઉમેદવારને પણ ૧૦ લાખ કરતા વધુનો ખર્ચ થતો હોય છે. મજબુત ઉમેદવાર હોય તો આંકડો ક્યાંય પહોંચી જાય છે. તેવી સ્થિતિમાં શહેર અને રાજ્યભરમાં કોરોનાએ ફૂંફાડો માર્યો છે. સુરત, અમદાવાદ જેવા મહાનગરોમાં ભયાનક સ્થિતિ સામે આવી રહી છે. તેવા સમયમા ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી યોજાઇ રહી છે. એક તરફ શહેરની સંસ્થાઓ ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત કરી રહી છે. પ્રબુદ્ધ નાગરિકો પણ તેને ટેકો આપી રહ્યા છે.
આ તમામ બાબતો વચ્ચે ઉમેદવારોને મુસીબત થઇ રહી છે. એક તરફ બેનર સહિતનો ખર્ચ કરવામાં આવ્યો છે. મતદારોને આકર્ષવા માટે
પેમ્ફ્લેટ છાપવામાં આવી રહ્યા છે. રાત્રે કફ્ર્યુ લગાવવામા આવ્યો હોવાથી કાર્યાલય પણ સુના થઇ ગયા છે. ત્યારે કેવી રીતે ખર્ચ કરવો તેની વિમાસણમાં મુકાયા છે. ચૂંટણી સાહિત્યનો ખર્ચ કર્યા બાદ જાે લોકડાઉન કરવામાં આવે તો તમામ ખર્ચ વ્યર્થ જાય તેની ચિંતા સતાવી રહી છે.

Download Our B K News Today App



Related News