બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ઉત્સાહભેર ડોર ટુ ડોર કેમ્પેઇંગનો જિલ્લામાં આરંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:34:59
  • Views : 510
  • Modified Date : 2019-04-16 06:34:59

જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હરેશભાઇ ચૌધરી અને એમની ટીમ ૫૫ જિલ્લા
પંચાયત સીટો અને
૫ નગરપાલિકા વિસ્તારમાં જાતે પ્રવાસ કરી યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે મહાસંપર્ક અભિયાનમાં જોડાયા.
૨૩ એપ્રિલના રોજ બનાસકાંઠા લોકસભા  સીટનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ભૌગોલિક વિસ્તારની રીતે બનાસકાંઠા જિલ્લો ૧૨૭૦૦ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. આટલા લાંબા વિસ્તારમાં ઉમેદવાર દરેક જગ્યાએ પ્રવાસના કરી શકે એ સ્વાભાવિક છે. જે સંદર્ભે યુવા મોરચાના કાર્યકર્તાઓએ ડોર ટુ ડોર કેમ્પેઇંગની શરૂઆત કરી છે. જેમાં ૨૧ તારીખ સુધી જિલ્લાની તમામ ૫૫ જિલ્લા-
પંચાયત સીટો અને ૫ નગર
પાલિકા વિસ્તારમાં કાર્યકર્તાઓ મતદારોનો સંપર્ક કરશે. જે સંદર્ભે ૧૨ એપ્રિલથી દાંતા વિધાનસભા વિસ્તરથી મહા
સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે સંદર્ભે દાંતા, પાલનપુર, ડીસા વિધાનસભાનો પ્રવાસ હાલમાં યુવા મોરચા દ્વારા પુરજોશમાં ચાલુ છે આગામી સમયમાં બાકીની તમામ વિધાનસભા વિસ્તરમાં કેમ્પેઇંગ પૂર્ણ કરશે. 

Download Our B K News Today App



Related News