થરાદ શહેરમાં યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા ડોર ટુ ડોર મહાસંપર્ક અભિયાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:15:20
  • Views : 479
  • Modified Date : 2019-04-16 06:15:20

થરાદ શહેરની દરેક સોસાયટીઓ અને શેરીઓમાં થરાદ શહેર યુવા મોરચાના કાર્યકર્તાઓ અને મહિલા મોરચાની બહેનો લોકસભાના ઉમેદવાર જાહેર થયા ત્યારથી સતત ડોર ટુ ડોર લોક સંપર્ક કરી પરબતભાઈ રૂપી કમળ દિલ્હી મોકલવા વિનંતી કરી રહ્યા છે. સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપી રહ્યાં છે. જેમાં યુવા મોરચા પ્રમુખ પ્રકાશભાઇ સોની, મહિલા મોરચાના જિલ્લાના મંત્રી ચંદ્રિકાબેન, પ્રમુખ કોકીલાબેન પ્રજાપતિ, મહામંત્રી કલાવતી બેન રાઠોડ, દિપીકાબેન ચૌધરી, ગીતાબેન સોની, યુવા મોરચાના ઉપ પ્રમુખ રસિકભાઈ વાણીયા,  ઉપ પ્રમુખ દેવચંદભાઈ સુથાર, મહામંત્રી રમેશભાઇ દેસાઈ, રમેશભાઈ પુરોહિત હાજર રહ્યા હતા.
આમ લોકસંપર્કના કાર્યક્રમમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ અને મહિલા મોરચાની બહેનો અલગ અલગ વિસ્તાર પ્રમાણે મોટી સંખ્યામાં જોડાય છે.

Download Our B K News Today App



Related News