મહિસાગરના ૩ વર્ષના ધૈર્યરાજસિંહના ઈલાજ માટે પાલનપુરના શ્રી રાજપૂત કરણી સેના દ્વારા દાન એકત્ર કરવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:44:10
  • Views : 379
  • Modified Date : 2021-03-16 11:44:10

    મહિસાગર જીલ્લાના ૩ વર્ષના ધૈર્યરાજસિંહના ઈલાજ માટે સમગ્ર રાજયમાંથી લોકો દાન કરી રહ્યા છે ત્યારે આજે પાલનપુરના શ્રી રાજપૂત કરણી સેનાના સંગઠન મિત્રો દ્વારા ચંદાના રૂપમાં દાન એકત્ર કરવામાં આવ્યું હતું

    મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે. એસ.એમ. -1 બીમારી એક પ્રકારની સ્નાયુની છે. જેથી બાળક ઉભુ થઈ શક્તુ નથી. તે બીમારી માટે નું ઇન્જેક્શન ભારતમાં અવેલેબલ નથી. ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. જે માટે રાઠોડ પરિવારને 22 કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર છે. ધૈર્યરાજના માતા-પિતા સામાન્ય પરિવારમાંથી આવી છે. જેથી પુત્રની આટલી મોંઘી સારવાર તેમનાથી શક્ય નથી. જેથી સરકાર ધૈર્યરાજની સારવાર માટે મદદ કરે તેવી અપીલ માતા-પિતા દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજ્યના ખૂણે ખૂણે થી લોકો મદદ કરી રહ્યા છે જેમાં આજે પાલનપુરના શ્રી રાજપૂત કરણી સેનાના તાલુકા ઉપાધ્યકક્ષ વિજય સિંહ સોલંકી અને તેમના યુવાન સંગઠન મિત્રો દ્વારા સ્કૂલ ,કોલેજ ,સરકારી તેમજ  સાર્વજનિક સ્થાનો પરથી ચંદાના રૂપમાં દાન એકત્ર કરી મદદ કરી રહ્યા છે...અને લોકોએ પણ ઉદાર હાથે દાન આપ્યું હતું.. ત્યારે જો તમારે પણ આ બાળકની મદદ કરવી હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા એકાઉન્ટ નંબર પર પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપી સકો છો.તમારી થોડીક આર્થિક સહાયથી એક માસૂમની જિંદગી બચી જસે.

A/c No. : 700701717187237

IFC CODE : YESB0CMSNOC ( પાંચમો અંક " ઝીરો " છે )

Name : ધૈર્યરાજસિંહ રાઠોર

 

Download Our B K News Today App



Related News