ડોલરનો વરસાદ ગુજરાતમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 11:49:58
  • Views : 472
  • Modified Date : 2019-05-08 11:49:58

ગુજરાતની ધરતી સંતો અને ગાયકો માટે હંમેશાંથી જાણીતી છે. ગુજરાતે અનેક મહાન સંતો અને ગાયકો આપ્યા છે, અને જ્યારે પણ ગુજરાતના ડાયરાઓ અને લોકસંગીતની વાતો આવે એટલે ના પુછો, લોકો અહીં પાણીની જેમ કલાકારો પર પૈસા ઉડાવે છે. તમે અનેક વખત ગુજરાતના કલાકારો પર પૈસાનો વરસાદ થતો સાંભળ્યો હશે, પરંતુ કડોદરામાં કંઇક અલગ જોવા મળ્યું હતું, અહીં ગુજરાતી કલાકાર ગીતા રબારીના લોકડાયરામાં રૂપિયા નહીં, ડોલરનો વરસાદ થયો હતો.કડોદરામાં એક લગ્ન પ્રસંગમાં ગુજરાતી કલાકાર ગીતા રબારીને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં લગ્નના રાત્રે એક ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ગુજરાતી કલાકારોનો લોકડાયરો હોય અને ભીડ જોવા ના મળે તો નવાઇ લાગે… બસ અહીં પણ કંઇક આવું જ જોવા મળ્યું. કડોદરામાં જે ઘરમાં લગ્ન પ્રસંગ હતો, તે કુટુંબ NRI હતું. તેમાં મોટી સંખ્યામાં અમેરિકાથી મહેમાનો આવ્યો હતો.અમેરિકાથી આવેલા મહેમાનોને ગુજરાતી કલાકાર ગીતા રબારીનો લોકડાયરો એટલો પસંદ પડ્યો કે, ડાયરામાં ભારતીય ચલણી નોટો નહીં, પરંતુ અમેરિકન ડોલરનો વરસાદ કર્યો હતો. હાલ ગીતા રબારીના લોકડાયરામાં ડોલરનો જે રીતે વરસાદ થયો તે ચર્ચાનું કારણ બન્યો છે. 

Download Our B K News Today App



Related News