ડીસાના મારુતિ પાર્ક વિસ્તારમાં કૂતરાનો આતંક : એક જ દિવસે 5 થી વધુ લોકોને બચકા ભરતા લોકોમાં ભય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-21 12:02:03
  • Views : 388
  • Modified Date : 2021-08-21 12:02:03

     ડીસાના જલારામ મંદિર પાસે આવેલ મારુતિ પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કુતરાઓનો આતંક વધી રહ્યો છે ડીસાના મારુતિ પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કુતરા કરડવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. જે અંતર્ગત આજે એક જ દિવસમાં ડીસાના મારુતિ પાર્ક વિસ્તારમાં ૫થી પણ વધુ લોકોને કૂતરાએ બચકા ભરતા તેમને સારવાર અર્થે ડીસા ની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અહીંથી પસાર થતા સ્થાનિક લોકો જણાવી રહ્યાં છે કે છેલ્લા ઘણા સમયથી મારુતિ પાર્ક વિસ્તારમાં કુતરાઓનો આતંક છે આ વિસ્તારમાંથી મોટાભાગે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે સાંજના સમયે પશુપાલકો દૂધ ભરાવવા માટે પણ જાય છે ત્યારે અનેકવાર આ વિસ્તારમાં કુતરા કરડવાના બનાવો સામે આવ્યા છે ત્યારે આજે એક જ દિવસમાં પાંચ થી પણ વધુ લોકોને કુતરાઓ કરતા હાલમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે આ બાબતે સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકામાં છેલ્લા સાત મહિનાથી કૂતરાઓને પકડી જંગલ વિસ્તારમાં છોડવા માટે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજદિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે અત્યાર સુધી મારુતિ પાર્ક વિસ્તારમાં અનેક લોકો ભોગ બન્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકા દ્વારા અહીં વારંવાર કુતરા કરડવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે કૂતરાઓને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News