યુવકે પૂછ્યું- તમે માસ્ક કેમ નથી પહેર્યું?, પોલીસે કહ્યું- તું અહીંથી રવાના થા, નહીંતર ઊંધો પાડી દઈશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 13:39:19
  • Views : 487
  • Modified Date : 2020-12-09 13:39:19

    હાલમાં કોરોના મહામારી વચ્ચે એકમાત્ર માસ્ક જ સંક્રમણ સામે રક્ષણ આપી રહ્યું છે, જેને પગલે પોલીસ દ્વારા ફરજિયાત જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કરનાર જનતા પાસેથી મોટો દંડ વસૂલવામાં આવે છે, પરંતુ પોલીસના જ કર્મચારીઓ નિયમો તોડી રહ્યા છે. તેમ છતાં કોઇપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. સામાન્ય વ્યક્તિએ 1 મિનિટ માટે માસ્ક ઉતાર્યું હોય તો પોલીસ 1000 રૂપિયાનો દંડ વસૂલે છે, પરંતુ પોલીસકર્મીઓ સતત માસ્કના નિયમોનું ભંગ કરી રહ્યા છે અને જ્યારે અન્ય વ્યક્તિ દ્વારા નિયમનું પાલન કરવાનું કહેતાં પોલીસ દ્વારા તેમને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.ગઈકાલે આવી જ એક ઘટના અમદાવાદના ઘુમા ગામ વિસ્તારમાં બની હતી, જ્યાં પોલીસકર્મી માસ્ક વગર જાહેરમાં ઊભા હતા. એ સમયે એક વ્યક્તિએ તેનો વિડિયો ઉતારી તમે માસ્ક કેમ નથી પહેરતા એમ કહેતાં પોલીસકર્મી ગુસ્સે ભરાયા હતા અને ‘તું અહીંથી જતો રહે, ખોટી મગજમારી ના કર’ એવા શબ્દો દ્વારા ધમકાવવાનો પ્રયાસો કર્યા હતા. 


પોલીસકર્મી: હું હમણાં દલીલ કરું છું, તું દેખી ગયો.
યુવકઃ અમે એવી દલીલો કરીએ તો નથી સમજતા.
પોલીસકર્મી: તમને તો લઈ જ જવાના હોય, છોડવાના ના હોય
યુવકઃ માસ્ક નથી પહેર્યું તો તમારો મેમો ફાડો, શું નામ છે તમારું?
પોલીસકર્મી: અબ્દુલ મજિદ અહેમદ મિયાં.
યુવકઃ તમે માસ્ક ના પહેરો તો તમારો મેમો ના ફાટે?
પોલીસકર્મીઃ ફાટે જ ને.
યુવકઃ તો ચાલો મેમો ફાડો.
પોલીસકર્મીઃ ક્યાંથી આવ્યો છે?
યુવકઃ હું અહીંનો જ છું, મેં તો માસ્ક પહેર્યું છે.
પોલીસકર્મીઃ બંધનું એલાન છે, બંદોબસ્ત ચાલે છે, મગજમારી ના કરતો.
યુવકઃ બંધ જ છે લ્યો.
પોલીસકર્મીઃ સરકાર બંધ ના કરાવે, બંધ નથી કરાવવાનું અમારે.
યુવકઃ સરકારનું એલાન નથી, મને ના સમજાવો તમે.
પોલીસકર્મીઃ સરકારનું નથી, કૉંગ્રેસ સરકારે એેલાન આપ્યું છે.
યુવકઃ છાપામાં છે, રૂપાણીએ કહ્યું કે ભારત ચાલુ રહેશે.
પોલીસકર્મીઃ ગુજરાત ચાલુ રહેશે.
યુવકઃ ગુજરાત ચાલુ રહેશે એવું કહ્યું ને, અને તમે માસ્ક વગર ફરો છો.
પોલીસકર્મીઃ અહીંથી રવાના થઈ જા, નહીં તો ઊંધો પાડી દઈશ હું.
યુવકઃ તમે તો મેમો ફાડવા ઊભા છો ને.
પોલીસકર્મીઃ મેમો ફાડવા નથી ઊભા, અમે બંદોબસ્તમાં છીએ.
યુવકઃ પણ તમે માસ્ક તો પહેર્યું હોવું જોઈએ ને.
પોલીસકર્મીઃ નથી પહેરવું, તારે જે કરવું હોય એ કર જા.
યુવકઃ તેમ નથી પહેરવું? ખોટી દાદાગીરી.
પોલીસકર્મીઃ વ્હોટ્એપ પર પર.
પોલીસકર્મીઃ વ્હોટ્એપ પર નથી જવાનું, લાઈવ છે.
પોલીસકર્મીઃ હા, તો ચાલુ રાખ, લાઈનમાં જ છું.
યુવકઃ હજુ તમે નાક નીચે માસ્ક પહેરેલું છે.
પોલીસકર્મીઃ હા, તમે જાવ.
યુવકઃ જાવ એટલે? આવી ખોટી ટણી?
પોલીસકર્મીઃ તને કહ્યું ને.
યુવકઃ શું કહ્યું? શું?
યુવકઃ માસ્ક પહેરો સાહેબ માસ્ક.
પોલીસકર્મીઃ આ શું છે?
યુવકઃ હવે પહેર્યું, રેકોર્ડિંગ ચાલુ છે, ખોટું બોલો છો? અમારે થોડું નીચું હોય તો હજારનો મેમો ફાડો છો
પોલીસકર્મીઃ સામે ચાની લારીએ કોઈએ પહેર્યું નથી, ઉતાર જા...
યુવકઃ એ તમારે કરવાનું છે.
પોલીસકર્મીઃ તું કરને, એ નોકરી માટે અલગ છે, મેમો ફાડવાવાળા.
યુવકઃ તમારે માસ્ક પહેરવાનું આવે કે ના આવે?
પોલીસકર્મીઃ હા, બધાને આવે.
યુવકઃ તો પછી પહેરોને.
પોલીસકર્મીઃ અમે સરકારને કહી જ દીધું છે, પોતાની સેફ્ટી જાતે જ કરો.
યુવકઃ અમે તો જાળવીએ છીએ, તો પછી મેમો કેમ ફાડો છો.
પોલીસકર્મીઃ આપણે કોઈને ઘરમાં જઈને થોડા કહીએ.
યુવકઃ માસ્ક ચઢાવો, પછી વાત કરો.
પોલીસકર્મીઃ બરાબર છે આટલું.
યુવકઃ એટલે તમારે પહેરવાનું જ નહીં એમને.
પોલીસકર્મીઃ આ બરાબર છે પણ.
યુવકઃ આ બરાબર કહેવાય?
પોલીસકર્મીઃ હા, બરાબર છે આટલું.
યુવકઃ આ બરાબર કહેવાય?
પોલીસકર્મીઃ તમારે છે શું મારી સાથે?
યુવકઃ નાક ચાલે ખુલ્લું?
પોલીસકર્મીઃ કોણે દંડ લીધો? મેં લીધો? ક્યારે લીધો?
યુવકઃ પાવતી છે મારી સાથે.
પોલીસકર્મીઃ પોલીસ સ્ટેશન જઈને અરજી કરો
યુવકઃ તેમણે જ કહ્યું વિડિયો ઉતારજો ને દંડ ફડાવજો.
પોલીસકર્મીઃ તમે કહો એ પોલીસને કહો.
યુવકઃ ખોટી ટણી કરવાની, ક્યાંથી આવ્યો?
    ‘સામાન્ય વ્યક્તિ પાસે માસ્ક ન હોય તો તેનો રૂ.1000નો મેમો ફાડવામાં આવે છે તો હવે તમે પણ યોગ્ય રીતે માસ્ક નથી પહેર્યું તો તમારો મેમો ફડાવો’, વ્યક્તિ દ્વારા એમ કહેતાં પોલીસકર્મચારીએ મારે માસ્ક નથી પહેરવું, તારે જે કરવું હોય એ કરી લે, એ પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો હતો.યુવકઃ એય સાહેબ, માસ્ક પહેરો, પબ્લિક પ્લેસ પર, મેમો લાગશે.

Download Our B K News Today App



Related News