રાત્રે સૂતી વખતે પગ દુઃખ્યા કરે છે? તો અવગણના ન કરો, હોઈ શકે છે આ તકલીફ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 14:28:49
  • Views : 267
  • Modified Date : 2022-06-14 14:28:49


 


શરીરમાં બિમારી હોવાને કારણે પગ દુ:ખી શકે


સૂતી વખતે પગમાં દુઃખાવો, ઘૂંટણમાં દર્દ, આ બધું દિવસભરના થાકને કારણે થઈ શકે છે. આરામ કરવાથી આ બધુ મટાડી શકાય છે, પરંતુ તમને રોજ પગ અને ઘૂંટણમાં દુઃખાવો રહેતો હોય, પગમાં બળતરા બળતી હોય તો આ માટે બે કારણ જવાબદાર હોઈ શકે છે. પહેલું એ કે તમારા શરીરમાં વિટામિન-બી, આયર્ન અને ઈલેક્ટ્રોલાઈટની ઉણપ હોઈ શકે છે. બીજુ કે તમારા શરીરમાં કોઈ બીમારી હોય. તમે પગ કયા કારણે દુખે છે તે જાણવું જરૂરી છે. 


 


ડાયાબિટીસ


સૂતી વખતે પગના અંગૂઠામાં દુઃખાવો ડાયાબિટીસને કારણે પણ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓને હાઈબ્લડ શુગરને કારણે બ્લડ વેસલ્સ ધીમી પડી જાય છે. આ સિવાય ધીમે ધીમે કેટલીક નસ મરવા લાગે છે. આ સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓને પગમાં બેચેની અને દુઃખાવો રહે છે. રાતના સમયે બેચેની વધારે વધી જાય છે. તમારે ડાયાબિટીસનો ટેસ્ટ જરૂર કરાવી લેવો જોઈએ.


પેરિફેરલ ન્યૂરલ ડિસીઝ


પેરિફેરલ ન્યૂરલ ડિસીઝમાં નસ અનેક રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ કોઈ દુર્ઘટના, નીચે પડવાથી કે પછી રમતમાં ઈજાગ્રસ્ત થવાથી પણ થઈ શકે છે. આને કારણે લોકોને રાત્રીના સમયે પગમાં દુઃખાવો અને બળતરા થાય છે. આ સિવાય ડાયાબિટીસ, ગુઈલેન-બૈર સિન્ડ્રોમ અને કાર્પલ ટનલ સિન્ડ્રોમ અને સોજોગ્રેન સિન્ડ્રોમ સહિત અને ઓટોઈમ્યૂન રોગોથી પણ આ સમસ્યા પેદા થઈ શકે છે.


ઓસ્ટિયોઆર્થરાઈટિસ


રાત્રે સૂઈએ ત્યારે રોજ પગનો દુઃખાવો અને બળતરા થતી હોય તો તે ઓસ્ટિયોઆર્થરાઈટિસનાં પણ લક્ષણ હોઈ શકે છે. આ બીમારી એક ડિજનરેટિવ ડિસીઝ છે. જેનાં લક્ષણ સમયની સાથે વધે છે. જેમાં સાંધાનાં હાડકાં પર ચડેલી કાર્ટિલેજની પરત ખરાબ થવા લાગે છે. અને હાડકાં રફ થઈ જાય છે. આ જ કારણે રાત્રે સૂતા સમયે પગમાં અલગ પ્રકારની બેચેની અને દુઃખાવાનો અહેસાસ થાય છે.


 


 


Download Our B K News Today App



Related News