ડોડગામ,ખાનપુર અને નાગલામાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા માગણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 18:13:11
  • Views : 343
  • Modified Date : 2019-11-04 18:13:11

શનિવારે રાત્રે ખબકેલા ભારે વરસાદના કારણે થરાદ તાલુકાના ખાનપુર,નાગલા,ડોડગામના રેલ વિસ્તારમા અંદાજીત 240થી 360 હેકટર જમીનની અંદર પાણી ભરાઈ ગયું છે.ત્રણ ત્રણ વખત પુર આવવા છતાં સરકાર દ્વારા પાણીના કાયમી નીકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી.નાગલા ગામના ખેડૂત કમલેશભાઈએ જણાવ્યું હતું કે " વરસાદી પાણી ખેતરોમાં પડયા છે તંત્ર ને અનેક વખત રજૂઆત કરવા છતાં ફક્ત વાયદાઓ આપે છે. પણ કાયમી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. ડોડગામ ગામના ખેડૂતો હેમાભાઇ પટેલ, માનાભાઈ રાજપૂત, વિનોદભાઈ, કિરણભાઈ સહિતના ખેડૂતોએ પરબતભાઈને અગાઉ આવેદનપત્ર પાઠવી રજુઆત કરવા છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી.

Download Our B K News Today App



Related News