થરાદ તાલુકાના અસાસણ ગામેથી ગેરકાયદેસર અફિણ - ડોડાના છોડની ખેતી ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 11:25:57
  • Views : 4039
  • Modified Date : 2021-03-15 11:25:57

થરાદ તાલુકામાં  દારૂ તેમજ એન.ડી.પી.સી.   લગતની પ્રવૃતી સંપૂર્ણ પણે નેસ્ત નાબુદ કરવા માટે થરાદની આઈ.જે.બી. ચૌધરી સતત મહેનત કરી રહ્યા છે તેમજ થરાદ વિભાગીય પોલીસ અધિક્ષક ડી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ ઈન્સ્પેક્ટર  જે.બી.ચૌધરીને મળેલી હકીકત બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે મળેલ ચોક્કસ બાતમીની જગ્યાએ અચાનક રેડ પાડતાં અસાસણ ગામના ખાનાભાઇ સંગ્રામભાઇ
ઠાકોરના ખેતરમા બનાવેલ રહેણાંક ઢાળીયાની બાજુમાં તમાકુવાળા ખેતરમાંથી
ગેરકાયદેસરના અફિણના છોડની ખેતી કરી હતી અને જેમાં ડોડા ૩ કિલો ૬૦ ગ્રામ કિ.રૂ. ૭૬૫૦૦/- નો મુદ્દામાલ મળી આવતા આરોપી ખાનાભાઇ સંગ્રામભાઇ ઠાકોર  વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ થરાદ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News