ડોક્ટરોની હડતાળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 12:29:10
  • Views : 439
  • Modified Date : 2019-06-16 12:30:15

ડોક્ટરોની હડતાળ કોલકાતાની નીલરતન સરકાર હોસ્પિટલમાં એક દર્દીના મોત બાદ જુનિયર ડોક્ટરો પર જે રીતે હુમલો કરાયો અને તેમની મારપીટ કરવામાં આવી, તે ગુંડાગર્દી સિવાય બીજું કશું જ નથી. હિંસક ભીડના આ હુમલામાં કેટલાય ડોક્ટર ઘાયલ થયા અને એક તો જીવલેણ ઘાયલ થયો. કાયદેસર આ ખુલ્લી અરાજકતા વિરુદ્ઘ રાજ્ય સરકાર અને સાથે જ પોલીસે સખ્તાઇનો પરિચય આપવાનો હતો, પરંતુ એવું કરવામાં ઢીલાશ રાખવામાં આવી. એ માનવાનાં ઘણાં કારણો છે કે વોટબેંકની રાજનીતિને કારણે જ આ ઢીલ રાખવામાં આવી છે. પશ્ચિમ બંગાળ પહેલેથી જ કાયદો અને વ્યવસ્થાની અવગણનાને કારણે બદનામ છે. એવું લાગે છે કે મમતા સરકારે પોતાના સંકીર્ણ રાજકીય હિતોની પૂર્તિના ચક્કરમાં પોતાના બુનિયાદી ત¥વો ભૂલી બેઠી છે.તેની એક સાબિતી એ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકારી હોસ્પિટલમાં હુમલા બાદ હડતાળ પર ગયેલા ડોક્ટરોને ચાર કલાકની અંદર કામ પર પાછા ફરવાનું અલ્ટીમેટમ આપવુંજરૂરી માન્યું. તેમણે એમ પણ કહ્યું કે જો હડતાળ પર ગયેલા ડોક્ટરો કામ પર પાછા નહીં ફરે તો તેમના વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે. આ તો શિંગડાં ભેરવવા જેવી વાત થઈ ગઈ. આવા વલણથી હાલત વધુ બગડવાની આશંકા હતી અને એ જ થયું. પ્રશાસન-ડોક્ટરો વચ્ચે બબાલ વધી ગઈ અને ૪૩ ડોક્ટરોએ રાજીનામાં ધરી દીધાં. નિઃસંદેહ ડોક્ટરોની હડતાલનું સમર્થન ન કરી શકાય, પરંતુ શું એ યોગ્ય ન હોત કે મુખ્યમંત્રી એમની માંગ પર ધ્યાન આપતાં કે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને સાથે જ નીલરતન હોસ્પિટલમાં હુમલો કરનારાઓ વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવે?હિંસક ભીડના હુમલાનો શિકાર બનેલા ડોક્ટરોનો આક્રોશ સમજી શકાય છે, પરંતુ એ સારું ન થયું કે પહેલાં નીલરતન હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટરો હડતાલ પર ગયા અને પછી રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોના ડોક્ટરોએ પણ કામ બંધ કરી દીધું. સરકારી હોસ્પિટલોના ડોક્ટરોના સમર્થનમાં બંગાળની ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો પણ હડતાલ પર ચાલ્યા ગયા છે. તેને લઈને બીમાર લોકો સામે સંકટ પેદા થઈ ગયું છે. તેઓ ઉપચાર માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે. આ સ્થિતિ યોગ્ય નથી. હડતાલી ડોક્ટરોએ તેના પર વિચાર કરવો જોઇએ કે આખરે પોતાની સાથે થયેલ અન્યાયના વિરોધમાં હડતાલ પર જવાની રીત કેટલી યોગ્ય અને નૈતિક છે? આ સવાલ પર પશ્ચિમ બંગાળની સાથે સાથે દેશના એ ડોક્ટરોએ પણ ગંભીરતાથી વિચાર કરવો જોઇએ, જે કોલકાતાની ઘટનાના વિરોધમાં પોતાનો અવાજ બુલંદ કરતાં હડતાલ પર જવાનો ઉપક્રમ કરી રહ્યા છે.ડોક્ટરોને પોતાની વાત કહેવા અને વિરોધ કરવાનો પૂરતો અધિકાર છે, પરંતુ તેનો વ્યવસાય તેમને હડતાળ પર જવાની પરવાનગી નથી આપતો. જો ડોક્ટરોની હડતાળને કારણે ક્યાંય પણ કોઈ દર્દીનો જીવ ચાલ્યો જાય છે તો તેના માટે ડોક્ટર જવાબદાર માનવામાં આવશે. વાસ્તવમાં જેટલું જરૂરી એ છે કે હડતાલ પર ગયેલા ડોક્ટર પોતાના કામ પર પાછા ફર્યા એટલું જ એ પણ છે કે પશ્ચિમ બંગાળ સરકાર સહિત અન્ય રાજ્ય સરકારો તીમારદારોના હુમલાથી તેમને બચાવવાના પુરતા ઉપાય કરે. એ આ તથ્યથી અજાણ નહીં હોઇ શકે કે રહી-રહીને એવી ઘટનાઓ થતી રહે છે, જેવી કોલકાતામાં થઈ.


Download Our B K News Today App



Related News