સિદ્ધપુરમાં એલઆઈસીના સૌજન્યથી ડૉકટર ડે નિમીત્તે ડૉકટરોને સન્માએનઆઇટી કરવામાં આવ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-03 12:13:54
  • Views : 266
  • Modified Date : 2021-07-03 12:13:54

     ભારતીય જીવન વીમા નિગમ – સિદ્ધપુરના સૌજ્ન્યથી ૧ જુલાઈના રોજ નેશનલ ડોક્ટર્સ ડે નિમિતે વિવિધ તબીબી સેવાના નિષ્ણાત ડોકટરોનું સન્માન જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.. બલવંતસિંહ રાજપૂતે તેઓના ઉદ્બોધનમાં જણાવ્યું કે “છેલ્લા દોઢ વર્ષથી પણ વધુ સમયથી કોરોના મહામારીની લડતમાં એક મહાયોદ્ધા તરીકેની જો કોઈએ ફરજ બજાવી હોયતો ડોકટરોએ બજાવી છે. પોતાની અને પોતાના સ્વજનોની પરવા કર્યા સિવાય રાત દિવસ કોરોનાના દર્દીઓને મોતના મુખમાંથી પાછા લાવવાનું ભગીરથ કામ કર્યું છે. ડોક્ટર માટે એક દિવસનો સન્માન અને એક દિવસ જ કાફી નથી. એ પરિવાર કે જે પરિવારનું સ્વજન મોતના મુખમાંથી પાછુ આવ્યું હશે તેના માટે તો આખુ વર્ષ ડોક્ટર દિવસ હશે.. તેમજ બલવંતસિંહ રાજપૂત દ્વારા કોરોના વેક્સીન લેવા માટે સર્વે જનોને અપીલ કરી હતી. આ સન્માન કાર્યક્રમમાં યુવા ઉદ્યોગપતિ અને લાયન્સ કલબ સિદ્ધપુરના પ્રમુખ કાર્તિકભાઈ મોદી,રોટરી કલબ સિદ્ધપુરના પ્રમુખ રાજેશ માધુ,યોગાંજલી આશ્રમના મંત્રી જીજ્ઞાબેન દવે અને કાર્યક્રમના આયોજક દિલીપભાઈ પુરોહિત, સિદ્ધપુરના ડોકટરો અને એલ.આઈ.સી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News