રાજ્યમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાળ વચ્ચે ડીસા સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર ડૉક્ટરને બંગડી આપી કરાયો વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-08 10:32:40
  • Views : 349
  • Modified Date : 2022-04-08 10:32:40

રાજ્યમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાળ મામલે આજે બનાસકાંઠાના ડોક્ટરો ઉગ્ર દેખાયા. જે સરકારી હોસ્પિટલોમાં ચાલુ હતી અને ડો ફરજ પર હાજર હતા તેમને બંગડી આપી વિરોધ કરાયો. જેના પગલે ફરજ પર હાજર ડોક્ટરોએ પણ પોતાની ઓપીડી છોડી આંદોલનમાં પોતાનો સહયોગ આપ્યો.

 

 

 છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં ડોક્ટરોની હડતાલ ચાલી છે  જેમાં રાજ્યના વર્ગ-૧ અને વર્ગ-૨ ના તમામ ડોક્ટરો જોડાયા છે. છતાં સરકારી હોસ્પિટલમાં અનેક ડોક્ટર પોતાની ફરજ પર હાજર રહી દર્દીઓની સારવાર કરતાં હોય છે. જે મામલે ડોક્ટર અશોસીયેશન ઉગ્ર દેખાયું. ખાસ કરીને સમગ્ર ગુજરાતભરમાં તમામ ડોક્ટરો એ પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માટે સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે અને તમામ ડોક્ટરો હાલ હડતાલ પર ઉતરી ગયા છે ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં પણ હાલમાં ચાલી રહેલી હડતાલના પગલે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા જેના કારણે ક્યાંકને ક્યાંક ડોક્ટરો હડતાળ છોડી અને દર્દીઓની સારવાર માટે આવ્યા હતા પરંતુ આજે બનાસકાંઠા જિલ્લા ડોક્ટર એસોસિએશન ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યું હતું અને ફરજ પર હાજર તમામ ડોક્ટરો સામે વિરોધ દર્શાવ્યો હતો ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે હાલમાં સમગ્ર ગુજરાતભરમાં નો વિરોધ ઉગ્ર બનતો જાય છે તે ડીસા સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળ્યો હતો.

 

- સરકારી હોસ્પિટલમાં OPD ચાલુ રાખવાનાર ડૉકટરોને બંગડી અપાઈ

 

  સમગ્ર ગુજરાતભરમાં જે પ્રમાણે ડોક્ટરો હડતાળ પર ઉતરી રહ્યા છે તેના કારણે હાલમાં ડોક્ટર નો વિરોધ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે આજે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરતાં ડોક્ટરોને બંગડી આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો. ડોક્ટર એસોસિએશન ની માંગણી છે કે જ્યારે રાજ્યમાં તમામ ડોક્ટરો પોતાની પડતર માંગણીઓ મામલે હડતાલ પર હોય ત્યારે તેમની હડતાલને વધુ સમર્થન આપવા માટે જે ડોક્ટરો સારવાર આપી રહ્યા છે તેમને બંગડી નું પ્રતીક આપવામાં આવ્યું છે. આ હડતાલમાં વધુ સહયોગ આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે. આ પ્રતિક રૂપે બંગડી આપતા સારવાર કરી રહેલા ડોક્ટરોએ પણ OPD બંધ કરી રાજ્યમાં ચાલી રહેલા આંદોલનને સમર્થન આપ્યું હતું. જેના કારણે દર્દીઓની હાલત કફોડી બની છે. એક તરફ ડોક્ટરો હડતાળ પર છે જ્યારે બીજી તરફ સારવાર ન મળતા સરકારી હોસ્પિટલમાં આવેલા દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

 

 

      છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાતભરમાં ડોક્ટરો પોતાની વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર જોવા મળી રહ્યા છે જેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર જોવા મળી રહી છે ખાસ કરીને સમગ્ર ગુજરાતભરમાં જે પ્રમાણે હાલમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની હડતાળ ચાલી રહી છે તેના કારણે ફરજ પર ડોક્ટરો હડતાલના કારણે હાજર નથી જેના કારણે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહેલા દર્દીઓ છેલ્લા ચાર દિવસથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ડોક્ટરોની હડતાલના પગલે તેની સીધી અસર દર્દીઓ પર જોવા મળી રહી છે આજે ડીસા સિવિલ હોસ્પિટલ માં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાના કારણે તેઓએ સારવાર લીધા વગર જ પરત ફરવું પડ્યું હતું એક તરફ સરકાર ગરીબ દર્દીઓ માટે કરોડોના ખર્ચે સિવિલ હોસ્પિટલ તૈયાર કરી છે પરંતુ હાલમાં ડૉક્ટરોની હડતાળને કારણે જ આવી હોસ્પિટલો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે સારવાર વગર ની હોસ્પિટલો બની ગઇ છે.

Download Our B K News Today App



Related News