કોરોનાની વેક્સિન લેવા અમદાવાદના ડોક્ટરો આતુર નથી. ૨૨૦0માંથી ૬૦૦ હોસ્પિટલે જ તબીબ અને હેલ્થવર્કર્સનો ડેટા આપ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 11:27:07
  • Views : 323
  • Modified Date : 2020-12-10 11:27:07

અમદાવાદ સહિત રાજ્યભરમાં વેક્સિન માટે ડેટા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરની 2200 હોસ્પિટલમાંથી માત્ર 600 હોસ્પિટલે જ હજુ પોતાના તબીબ અને હેલ્થવર્કર્સનો ડેટા અપલોડ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલોને ડેટા અપલોડ કરવા માટે સતત ત્રણ મુદત આપવા છતાં પ્રતિસાદ નહીં મળતો હોવાથી ડોક્ટરો વેક્સિન લેવા માટે આતુર નહીં હોવાનું મનાઈ છે. સંખ્યાબંધ ડોક્ટરો પોતાની જાતે જ રસી લેવા ઈચ્છતા હોવાથી ડેટા અપલોડ કરતા નથી. જે હેલ્થવર્કર્સનો ડેટા અપલોડ કરવામાં આવ્યો હશે તેમને જ ફરજિયાત રસી આપવામાં આવશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અમદાવાદમાં મ્યુનિ. અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 80 હજારથી વધુ તબીબો અને પેરામેડિકલ સ્ટાફ છે. અત્યારસુધીમાં મ્યુનિ.પાસે કુલ 40000 હેલ્થવર્કર્સનો ડેટા રસી માટે અપલોડ થયો છે, જેમાંથી મ્યુનિ.ના જ 25,000 મેડિકલ ઓફિસર સહિત પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે, જયારે અન્ય 15000 તબીબો સહિત હેલ્થવર્કર્સ પ્રાઈવેટ હોસ્પિટલના છે. જોકે શહેરની જે મોટી હોસ્પિટલો છે અને કોવિડમાં કામગીરી કરી રહી છે તેમણે મહદંશે ડેટા આપી દીધો હોવાનું મ્યુનિ.અધિકારી સૂત્રોનું કહેવું છે. 80 હજારથી વધુ હેલ્થવર્કર્સ પૈકી 40 હજારના ડેટા અપલોડ થયા, જેમાં 25 હજાર મ્યુનિ.ના છે પહેલી મુદત: 19 ઓક્ટોબર સરકારે પરિપત્ર કરી 22 ઓક્ટોબર સુધીમાં તમામ ડેટા અપલોડ કરવા સૂચના આપી નોંધ : પહેલી મુદતમાં ગણ્યાગાંઠ્યા

મ્યુનિ.એ અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે મીટિંગ કરીને 5 ડિસેમ્બર સુધીમાં બાકીની હોસ્પિટલોનો ડેટા અપલોડ કરવા કહ્યું હતું.
નોંધ : હજુ સુધી આ મુદત સુધી પણ માંડ 15 હજાર ડેટા જ અપલોડ થયા હતા. સમય અપાયો છે. જોકે હવે દરેક ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરને તેમના ઝોનની હોસ્પિટલોને શોધી શોધીને ફરજિયાત ડેટા અપલોડ કરાવવાનું કામ સોંપાયું છે.

Download Our B K News Today App



Related News