પાટીદાર સમાજ ના કોરોના ના યોધ્ધા ડો. મીતાબેન કથેરીયા ને હજારો વંદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 18:20:38
  • Views : 2591
  • Modified Date : 2020-05-02 18:38:16

પાટીદાર સમાજ ના કોરોના ના યોધ્ધા  ડો. મીતાબેન કથીરિયા ને હજારો વંદન 


કોરોના વાયરસની વૈશ્વિક મહામારી દરમ્યાન સૌ કોઈ આ ચેપી રોગની રોકથામ માટે ચિંતિત હતા ત્યારે લોકડાઉનના 39 દિવસમાં બનાસકાંઠા જિલ્લાના વેડંચા પીએચસીમાં ૧૦ બાળકોએ જન્મ લીધો હતો. અત્યંત જોખમી કહેવાતી પ્રસૂતિઓ  અને એક પણ કેસમાં માતા મરણ થયું નથી. મેડિકલ ઓફિસર પદે ફરજ બજાવતા ડો.મીતાબેન કથીરિયાએ જણાવ્યું કે "સરીપડા ગામની એક પ્રસૂતાની ડિલિવરી દરમ્યાન બાળક પગેથી બહાર આવતા જોખમી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પટોસણના એક કેસમાં પ્રસુતિ દરમ્યાન બાળકના ગળામાં 3 લેયર ગર્ભનાળ વીંટેલી હાલત હતી જેમાં બાળકને બહાર નીકળતા બાળકની હાલત જોખમી હોવા છતાં સફળતાપૂર્વક પ્રસુતિ  ફિમેલ હેલ્થ વર્કર અને સ્ટાફ દ્વારા સલામત કરાઈ હતી અને હાલ બન્ને બાળકો સ્વસ્થ છે."

આવા કોરોના યોદ્ધાને સો સો સલામ 

Download Our B K News Today App



Related News